જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડીઆદ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાયો

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ. અંજારીઆ નાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ”  ને અનુલક્ષીને નડીઆદ સ્થિત ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ ખાતે કાયદાનો અભ્યાસ કરતાં વિધાર્થીઓ માટે  એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં કાર્યક્રમનાં અધ્યક્ષ એવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ફૂલ ટાઈમ સેક્રેટરી(સિનિયર સિવિલ જજ કેડર) ડી બી. જોષી દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની શુભેચ્છા આપતાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા  સમાજમાં સોશીયલ મીડીયાના માધ્યમ થકી કાનૂની સેવાઓને લગતી માહિતી-સંદેશ પહોચાડવાના હેતુસર કાયદાનાં વિધાર્થીઓ માટે જ આયોજીત રીલ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધા
રીલ અને શોર્ટ ફિલ્મ હરીફાઈ વિશે માહિતી આપતાં જણાવેલ કે બાળકો તથા દિવ્યાંગજનો માટે કાનૂની સેવાઓ અને ગરીબી નાબુદી આ વિષય પર વધુમાં વધુ ૯૦ સેકંડની રીલ તથા વધુમાં વધુ ત્રણ મિનિટની શોર્ટ ફિલ્મ વિડીયો કોઈપણ અન્ય રીલ કે ફિલ્મની કોપી વિના, આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સની મદદ વિના, કોઈપણ વ્યક્તિ, સંસ્થા, જાતિ-સમાજ કે સંપ્રદાયની લાગણી દુભાય નહી તથા પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ રીતે અપમાન કે નુકસાન ન થાય તેની પુરતી કાળજી લઈને બનાવેલ ઉમદા રીલ અને શોર્ટ વિડીયો-ફિલ્મ રજુ કરવાનાં રહેશે. દેશભરની લો કોલેજોમાંથી રજુ થયેલ આવા રીલ અને શોર્ટ વિડીયો-ફિલ્મોમાંથી પસંદગી પામનાર ઉત્તમ રીલ વિડીયો રજુ કરનાર વિધાર્થીઓને ઈનામ તથા ભાગ લેનાર વિધાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જેથી વધુમાં વધુ વિધાર્થીઓ આ હરીફાઈમાં ઉત્સાહપૂર્વક ભાગ લે તેવી અપીલ કરી હતી. આજનાં આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ ખેડા-નડીઆદનાં લીગલ કામ પ્રોટેક્શન ઓફિસર કીર્તિબેન જોષી દ્વારા વિધાર્થીઓને આવી રીલ અને શોર્ટ ફિલ્મ બનાવવા માટે સરકારની કલ્યાણકારી યોજનાનાં ખરા લાભાર્થીઓને સાથે રાખીને પણ બનાવી શકાય અને તે માટે તમામ જરૂરી માહિતી-માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતમાં ભગત એન્ડ સોનાવાલા લો કોલેજનાં પ્રોફેસર દિપાલીબેન પુરોહિતે આભારવિધિ કરી હતી. જેમાં કુલ-૧૩૫ જેટલાં વિધાર્થીઓએ હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: