દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક અશોક લેલન ગાડીમાંથી વિદેશી દારૂનો રૂા.૩,૪૨,૧૫૫ના પ્રોહી જથ્થા સાથે ગાડીના ચાલક સહિત બે ઈસમોની પોલીસે અટકાયત કરી
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક અશોક લેલન ગાડીમાંથી વિદેશી દારૂનો રૂા.૩,૪૨,૧૫૫ના પ્રોહી જથ્થા સાથે ગાડીના ચાલક સહિત બે ઈસમોની પોલીસે અટકાયત કરી પોલીસે અશોક લેલન ગાડી મળી કુલ ૪,૯૪,૬૫૫નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે. ગત તા.૧૦મી જાન્યુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક અશોક લેલન ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને અશોક લેલન ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક મિલનભાઈ હરેશભાઈ ફલીયા તથા તેની સાથેનો જારિમન કાનાભાઈ રાઠોડ (બંન્ને રહે. જામનગર) નાઓની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે અશોક લેલન ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૬૫૧ કિંમત રૂા.૩,૪૨,૧૫૫ના પ્રોહી જથ્થા સાથે અશોક લેલન ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૪,૯૪,૬૫૫નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પીપલોદ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.