દાહોદમાં કોરોનાનો આતંક યથાવત્ : આજે એક સાથે ૩૦ પોઝીટીવ કેસોથી જિલ્લાવાસીઓમાં ફફડાટ
દાહોદ તા.૨૬
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
આજે અધધ…૩૦ કોરોના પોઝીટીવ કેસોથી જિલ્લાવાસીઓની ચિંતા યથાવત્ ઃ આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું
દાહોદ, તા.ર૬
દાહોદમાં કોરોના સંક્રમણનો કેર યથાવત્ રહેવા પામ્યો છે. આજે આવેલ એક સાથે ૩૦ કોરોના પોઝીટીવ દર્દીઓ સાથે કુલ આંકડો ૪૨૭ પર પહોંચી ગયો છે. આજે કોરાનાએ ચોથી સદી ફટકારતાં દાહોદ જિલ્લાની નજીક આવેલ પંચમહાલને પણ દાહોદે કોરોના મામલે પાછળ દીધો છે પરંતુ આજના પોઝીટીવ આંકડાઓ સાથે આજે ૧૮ દર્દીઓ સાજા થતાં તેઓને રજા પણ આપી દેવામાં આવી છે. આમ, હવે દાહોદ જિલ્લામાં કુલ એક્ટીવ કેસો ૨૩૭ પર પહોંચી ગયો છે જ્યારે મૃત્યુ આંકની વાત કરીએ તો અત્યાર સુધી કોરોનાથી કુલ ૨૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
૧) પુજાબેન કૃણાલભાઈ દોશી (ઉવ.૩૦ રહે. ઉકરડી રોડ, દાહોદ), ર) સંજીવભાઈ ઈન્દ્રવદનભાઈ દેસાઈ (ઉવ.પ૪ રહે. દેસાઈવાડ, દાહોદ), ૩) નિકુંજકુમાર રમણલાલ દેવડા (ઉવ.૪૭ રહે.પ્રસારણ નગર, દાહોદ), ૪) બતુલ અસગારી કથીરીયા (ઉવ.૩૯ રહે.હુસૈની મહોલ્લા દાહોદ), પ) સુધાબેન સુર્યકાંતભાઈ દોશી (ઉવ.૬૦ રહે.હરસોલાવાડ, દાહોદ), ૬) ભવ્ય રાહુલભાઈ જાેશી (ઉવ.૭ રહે. હરસોલાવાડ, દાહોદ), ૭) રથ રાહુલભાઈ દોશી (ઉવ.૬ રહે.હરસોલાવાડ, દાહોદ), ૮) નેહાબેન રાહુલભાઈ દોશી (ઉવ.૩પ રહે. હરસોલાવાડ, દાહોદ), ૯) કયામ ફકરૂદ્દીન ચુનાવાલા (ઉવ. ૬૪ ગોધરા રોડ, દાહોદ), ૧૦) અનીસ યુસુફભાઈ ઝાલોદવાલા (ઉવ.૪૭ રહે. દુધીયા વાલાની, છાપરી દાહોદ), ૧૧) જયેશકુમાર બીપીનચંદ્ર દેસાઈ (ઉવ.પ૭ દેસાઈવાડ, દાહોદ), ૧ર) રેશ્માબેન જયેશકુમાર દેસાઈ (ઉવ.૪૮ રહે. દેસાઈવાડ, દાહોદ), ૧૩) સેહજાદલી રહેમતલી સૈયદ (ઉવ.૬૬ રહે.ગોધરા રોડ, દાહોદ), ૧૪) રેખાબેન કાંતાભાઈ નિનામા (ઉવ.ર૩ રહે. કાળી મહુડી,ઝાલોદ), ૧પ) સાબિર સૈફુદ્દીન સકીર (ઉવ.૭૦ રહે. દાહોદ), ૧૬) સર્વેશ રમેશચંદ્ર સોની (ઉવ.૪૦ રહે.દાહોદ), ૧૭) જિતેન્દ્ર ચીતુ ભુરીયા (ઉવ.૬૬ રહે. ઝાલોદ રોડ, દાહોદ), ૧૮) પંકજભાઈ નટવરભાઈ પંચાલ (ઉવ.ર૮ રહે. ફતેપુરા, દાહોદ), ૧૯) વિજયભાઈ શંભુભાઈ દેવડા (ઉવ.૬પ રહે. મોટા ડબગરવાડા, દાહોદ), ર૦) સુચિત્રાબેન વિનોદચંદ્ર ચોૈહાણ (ઉવ. ૬૦ રહે. એમ જી રોડ, દાહોદ), ર૧) ભાનુબેન અજુભાઈ દાહોદવાલા (ઉવ.૭૭ રહે. દાહોદ), રર) રૂવાન અશ્રફભાઈ ભાટી (ઉવ.૩૬ રહે.રતલામ, એમપી), ર૩) અજુ હુસૈનભાઈ દાહોદવાલા (ઉવ.૭૮ રહે. દાહોદ), ર૪) મહમ્મદ રોશનભાઈ ગાંગરડીવાલા (ઉવ.પર રહે. બુરહાની સોસાયટી, દાહોદ), રપ) અબ્બાસભાઈ હાતીમભાઈ ભાટીયા (ઉવ. પ૮ રહે. હુસૈની મસ્જીદ), ર૬) કૈલાધબેન સંજયકુમાર દોશી (ઉવ.૬૧ રહે. સ્ટેશન રોડ, દાહોદ), ર૭) સુનીતાબેન સુનીલકુમાર દોશી (ઉવ.૪૯ રહે. ગોવિંદનગર, દાહોદ), ર૮) વિરેન્દ્ર કંચનલાલ દોશી (ઉવ. પ૪ રહે.ગોવિંદનગર દાહોદ), ર૯) તડવી રમેશ રૂપસીંગ (ઉવ.૩૯ રહે. ગણાવા ફળીયુ, ચેડીયા), ૩૦) પટેલ મોરલીબેન ધર્મિકભાઈ (ઉવ.૩ર રહે. કારઠ રોડ, લીમડી) આમ, આજના પોઝીટીવ વધુ ૩૦ દર્દીઓનો સમાવેશ થતાં દિવસે દિવસે દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ પગપેસારો યથાવત્ રાખી રહ્યું છે. આવનાર દિવસોમાં દાહોદ શહેર સહિત જિલ્લા માટે કોરોના રૂપી ભરડામાંથી બહાર આવશે કે કેમ? તેની હાલ જિલ્લાવાસીઓમાં પુરજાેશમાં ચર્ચાઓ ચાલી રહી છે. હાલ તો જિલ્લાવાસીઓ ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર પણ સતત પોતાની અવિરત કોવિડ – ૧૯ ની કામગીરીમાં જાેતરાઈ ગયા છે.
#Sindhuuday Dahod