નડિયાદ સુંદરવન સોસાયટીના બંધ મકાનમાં ૧૧.૨૩ લાખની ચોરી કરી તસ્કરો ફરાર
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ મંજીપુરા સુંદરવનમાં રહેતા અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી ફોર્સ અંકલેશ્વર ખાતે ફરજ બજાવતા જવાન
પોતાની દિકરીના લગ્ન અર્થે રાખેલ ૨૩ તોલા સોનાના દાગીના, બે કીલો ચાંદી તથા ૪૪ હજાર રોકડા સહિત કુલ રૂ. ૧૧.૨૩ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ થઇ ગય. જે સંદર્ભે પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રહલાદભાઈ લક્ષ્મણભાઈ ગોસ્વામી સુંદરવન મંજીપુરા નડિયાદ ખાતે પરિવાર સાથે રહે છે. અને તેઓ અંકલેશ્વર ખાતે સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સીક્યુપરીટી ફોર્સ) ખાતે ફરજ બજાવે છે. તેઓએ પોતાની દિકરીના લગ્ન અર્થે પોતાની બચતમાંથી ૨૩ તોલા સોનાના દાગીના તથા બે કિલો ચાંદી ખરીદી હતી. જે દાગીના તથા ચાંદી તેઓએ તીજોરીમાં મુકી હતી. દરમ્યાન પ્રહલાદભાઈને ગાંઠનું ઓપરેશન કરવાનું હોય પરિવારના સભ્યો તા.૯મીના રોજ મકાન બંધ કરી અંકલેશ્વર ખાતે ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવતા પોતાના બંધ મકાનનો નકુચો તુટેલ હાલતમાં જોતા તેઓ ગભરાઈ ગયા હતા. દરમ્યાન મકાનમાં તપાસ કરતાં રૂમમાં મુકેલ તીજોરીનો સામાન વેરવિખેર હતો. પ્રહલાદભાઈના પત્નીએ તીજોરીમાં તપાસ કરતાં સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી આવી ન હતી. આ સંદર્ભે તેઓએ નડિયાદ શહેરપોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતી. પોલીસે ડોગસ્ક્વોડ તથા ફીંગર પ્રીન્ટ નીષ્ણાતોની મદદ લઈ તસ્કરોનું પગેરુ શોધવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.

