દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઝોન કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું

દાહોદ તા.૧૭

દાહોદમાં ઝોન કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન દેવગઢ બારીયા તાલુકાના રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયું હતું. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન રાજય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઇ ખાબડે વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકયો હતો.

આ વિજ્ઞાન પ્રદર્શન વેળાએ બાળ વૈજ્ઞાનિકોને સંબોધતા મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે નવી સદી વિજ્ઞાનની સદી છે, આપણા દેશને દુનિયામાં સૌથી આગળ લાવવો હશે તો વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે આપણે અવ્વલ રહેવું પડશે. આજના યુવાને પગભર થવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નિષ્ણાંત બનવું પડશે. કૃષિકારો પણ વૈજ્ઞાનિક રીતે ખેતી કરશે તો જ સમૃધ્ધ થશે. આપણા દેશના વૈજ્ઞાનિકો આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરી રહયા છે, ત્યારે અહીંના બાળ વૈજ્ઞાનિકો અવશ્ય એક નવા ભારતનું નિર્માણ કરશે તેવું તેમની કૃત્તિઓ જોતા લાગી રહયું છે. વિજ્ઞાન પ્રદર્શનથી બાળકોના વૈજ્ઞાનિક અભિગમ ખીલે અને વૈજ્ઞાનિક માનસનું નિર્માણ થાય તેવો શુભ આશય રહેલો છે. વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે શિક્ષકે તેનું હીર પરખવું રહયું. બાળકોમાં વૈજ્ઞાનિક સમજ પેદા થાય તે માટે શિક્ષકોએ વિશેષ પરીશ્રમ કરવો પડશે.
આ પ્રસંગે મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ડો. વિક્રમ સારાભાઇ અને ડો. અબ્દુલ કલામને યાદ કર્યા હતા અને ભારત દેશના વિજ્ઞાન ક્ષેત્રે થઇ રહેલી હરળફાળમાં તેમના પ્રદાન વિશે વાત કરી હતી. તેમણે બાળ વૈજ્ઞાનિકોની કૃત્તિઓને બિરદાવી હતી અને તેમને ભારતના મહાન વૈજ્ઞાનિકોની જેવી ઊંચાઇ હાંસલ કરવા જણાવ્યું હતું.

વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન માં બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ કૃત્તિઓ રજુ કરી હતી. જેમાં ટકાઉ કૃષિ પધ્ધતિઓ, સ્વચ્છતા અને સ્વાસ્થય, પ્રાકૃતિક ખેતી, સંસાધન અને વ્યવસ્થાપન, ઔધોગિક વિકાસ, ભવિષ્યમાં પરિવહન, પ્રત્યાયન અને ગાણિતિક મોડેલનો સમાવેશ થાય છે. બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃત્તિઓના પ્રદર્શન અને રજૂઆતથી ઉપસ્થિત મહાનુભાવોને પ્રભાવિત કર્યા હતા.

જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન પટેલિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરતભાઈ બારિયા, મામલતદાર શ્રી સમીર પટેલ , ડાયટ પ્રાચાર્ય શ્રી રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક શ્રી ધર્મેશ કલાક અને શાળાના આચાર્યા શ્રીઓ, ઉપરાંત વિવિધ શાળાના માર્ગદર્શક શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!