દાહોદ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ પ્રોહીના બનેલા બે બનાવોમાં પોલીસે રૂા.૧૦,૬૭,૨૮૦ના પ્રોહી જથ્થા સાથે બેની પોલીસ દ્વારા બેની અટકાયત કરવામાં આવી

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ પ્રોહીના બનેલા બે બનાવોમાં પોલીસે રૂા.૧૦,૬૭,૨૮૦ના પ્રોહીના જથ્થા સાથે બે ફોર વ્હીલર ગાડીઓની સાથે બે ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જ્યારે એક ફોર વ્હીલર ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

પ્રોહીબીશનનો પ્રથમ બનાવ દાહોદના નસીરપુર ગામેથી પસાર થતાં નેશનલ હાઈવે પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૬મી જાન્યુઆરીના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે નસીરપુર ગામે નેશનલ હાઈવે પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક આઈસર ટેમ્પો ત્યાંથી પસાર થયો હતો. પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક રીતેશભાઈ નરસીંગભાઈ મહિડા તથા તેની સાથેનો પિયુષભાઈ કિડીયાભાઈ મહિડા (બંન્ને રહે. વાંકોલ, તળ ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે આઈસર ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૧૪૦ જેમાં બોટલો નંગ.૫૨૮૦ જેની કિંમત રૂા.૭,૯૮,૨૪૦ના પ્રોહી જથ્થા સાથે પોલીસે આઈસર ટેમ્પાની કિંમત મળી કુલ રૂા.૧૪,૦૮,૨૪૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમોની પોલીસે પુછપરછ કરતાં આ વિદેશી દારૂની હેરાફેરીમાં આઈસર ગાડીનું પાયલોટીંગ કરનાર અલ્પેશ ઉર્ફે અપ્પુભાઈ સવજીભાઈ ભાભોર (રહે. થાળા, તા.ઝાલોદ, જિ.દાહોદ) અને તેની સાથેનો દિનેશ કનુભાઈ ભાભોર (રહે. થાળા, તા.ઝાલોદ, જિ.દાહોદ, હાલ રહે. આણંદ) નાઓ આઈસર ગાડીનું પાયલોટીંગ કરી રહ્યાં હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરતાં આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીબીશનનો બીજાે બનાવ દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૬મી જાન્યુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહ્યાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં ફોર વ્હીલર ગાડીના ચાલકે દુરથી પોલીસને જાેઈ લેતાં તેના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસે ફોર વ્હીલર ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૯૬૮ જેની કિંમત રૂા.૨,૬૯,૦૪૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૫,૧૯,૦૪૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!