ધાનપુરના ઉંડાર ગામેથી દાહોદ અસ. ઓ. જી. પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ પરપ્રાંતના તબીબને દાહોદ એસઓજી પોલીસે મેડીકલને લગતી સાધન સામગ્રી તથા મેડીશીન (દવા)ઓના કુલ રૂા.૧,૦૦,૪૩૫ના મુદ્દામાલ સાથે બોગસ તબીબને ઝડપી પાડી પોલીસે બોગસ તબીબને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ધાનપુરના ઉંડાર ગામે સરપંચ ફળિયામાં એક બોગસ તબીબ પોતાનું નામ વગરનું ક્લીનીક ધમધમતુ રાખતો હોવાનું તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી. પોલીસે આ બાતમીના આધારે ગતરોજ ઉંડાર ગામે સરપંચ ફળિયામાં ઓચિંતી તપાસ હાથ ધરતાં જેમાં પોરવાસ સંતોષ બિસ્વાસ (રહે. જીવનદિપ સોસાયટી, તા.જિ.દાહોદ, મુળ રહે. વેસ્ટ કલકત્તા)ના ક્લીનીકમાં દર્દીઓની સારવાર કરતો ઉપરોક્ત બોગસ તબીબ પોલીસને મળી આવ્યો હતો. પોલીસે છાપો માર્યા બાદ મેડીકલ ઓફિસરને સ્થળ પર બોલાવી પુષ્ટિ કરતાં ઉપરોક્ત બોગસ તબીબ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ઉપરોક્ત બોગસ તબીબના ક્લીનીકમાંથી કુલ કિંમત રૂા.૧,૦૦,૪૩૫ની જુદા જુદા પ્રકારની દવા, ગોળી, બોટલો, ઈન્જેક્શનો તથા અન્ય મેડીકલ દવા સારવાર કરવાના સાધન, સામગ્રીનો જથ્થો પોલીસે કબજે કર્યાે હતો.
આ સંબંધે દાહોદ એસઓજી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

