ખેડા પાસે કારમાં આવેલા ૪ શખસોએ રિક્ષા આંતરી એક કરોડની લૂંટને અંજામ આપ્યો

નરેશ ગનવાણી નડિયાદ

ખેડાના અમદાવાદ-મુંબઈ હાઈવે પર કારમાં આવેલા ચાર શખસે રિક્ષાને આંતરી રોકડ રૂપિયા એક કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. આ બનાવ બાદ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.
અમદાવાદના સુભાષબ્રિજ કેશવનગરમા કંકુમાની ચાલીમાં હસમુખ ડાભી રહે છે. તેઓને પોતાની રિક્ષા છે. હસમુખભાઇ અને તેમના મિત્ર જોગશે ઉર્ફે મેહુલ બોડાણા સાથે ૨૦ જાન્યુઆરીના રોજ ધંધાના રોકડા રૂપિયા નડિયાદના રાહીદભાઈ પાસેથી લાવવાના છે. તેમ જણાવી આ બંને લોકો રિક્ષા લઈને નડિયાદ આવ્યા હતા. રોકડ રૂપિયા એક કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ અને આ રાહીદભાઈ તમામ લોકો અમદાવાદ જવા નીકળ્યા હતા. દરમિયાન સાંજના સમયે આ રિક્ષા ખેડાના અમદાવાદ-મુંબઈ હાઈવે પર બેટડીલાટ પાસેના બ્રીજ પરથી પસાર થતી હતી. ત્યારે ઈકો કાર પાછળથી આવી હતી અને રિક્ષાને આંતરી અટકાવી હતી. દરમિયાન ચાર લોકો કારમાંથી ઉતરી રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી હતી અને રિક્ષામાં મુકેલ રૂપિયા એક કરોડ રોકડ ભરેલો થેલા  ઉઠાવી આ લૂંટારુ ટોળકી ફરાર થઈ હતી. જોકે રિક્ષા ચાલકે અન્ય લોકોએ આ ઈકો કારનો નારોલ સર્કલ સુધી પીછો કર્યો હતો. પરંતુ તે લોકો ફરાર થયા હતા. આ બનાવ મામલે રિક્ષા ચાલક હસમુખ ડાભીએ ખેડા ટાઉન પોલીસ મથકે ઈકો કારમાં આવેલા ચાર શખસ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ લૂંટારુ ટોળકીએ ખોટી ગાળો બોલી, દારૂ પી રિક્ષા ચલાવે છે તેમ જણાવી મોઢાના ભાગે ફેંટો મારી ધમકી આપી હતી. ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. FSLની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. હસમુખ ડાભીની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!