દાહોદના સીંગવડ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

દાહોદ તા.૨૨
કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સીંગવડ ખાતે બેઠક પ્રજાસત્તાક પર્વની બેઠક યોજાઇ હતી. દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક દિનની ઉજવણીનો જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સીંગવડ જી.એલ.શેઠ હાઇસ્કૂલની પાછળ કોમ્યુનિટી હોલની સામેના ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ બેઠક અન્વયે કલેક્ટરશ્રી યોગેશ નીરગુડેએ સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામતી અને સુરક્ષા, ધ્વજ અને ધ્વજ પોલ, પરેડ, સ્ટેજ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઈટિંગ, ટેબ્લો અને સુશોભન, પ્રોટોકોલ, ડાયસ વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા વગેરે બાબતો અંગે સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી માર્ગદર્શન સહિત સૂચનાઓ આપી હતી.
જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ વિભાગના જવાનોની પ્લાટુનની પરેડ યોજાવાની સાથે વિવિધ વિભાગોના ટેબ્લો, શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતી તેમજ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત સાથે સરકારી ક્ચેરીઓને રોશનીથી શણગારવાના આયોજન સાથે દેશભક્તિના ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉજવણી ગૌરવપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રાજદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મિતેશ વસાવા, જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી સુશ્રી સકીનાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી,પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરત બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત, મામલતદાર શ્રી ભાભોર સહિત અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

