દાહોદ નગરના કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશન કામગીરી ફૂલ સ્વીંગમાં
દાહોદ તા.28
ગોવિંદનગર, મંડાવ રોડ, કસ્બા-ઘાંચીવાડ, ડબગરવાડ, ગોધરા રોડ હરિરાઇ સોસાયટી સહિતના વિસ્તારોમાં સંપૂર્ણપણે સેનિટાઇઝેશન
દાહોદમાં કોરોના વાયરસથી પ્રભાવિત વિસ્તારોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયંત્રિત વિસ્તાર બનાવ્યા બાદ હવે ત્યાં નગરપાલિકા દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં સાંજના છ વાગ્યાથી દસ વાગ્યા સુધી સેનિટાઇઝેશન કરવામાં આવશે. આવી સૂચના કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા આપવામાં આવી છે.
દાહોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી અતુલ સિંહાએ જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દી મળી આવ્યા બાદ જે તે વિસ્તાર – ઘરને નિયંત્રિત કરવાની કામગીરી ઉપરાંત સેનિટાઇટેઝન પણ ફૂલ સ્વીંગથી કરવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, બે જેટલિંગ મશીન સાથે ૬ કર્મયોગીઓ તથા એક ફાયર ટેન્ડર સાથે ત્રણ કર્મયોગીઓ આ કાર્ય સતત કરી રહ્યા છે. ગોવિંદનગર, મંડાવ રોડ, કસ્બા-ઘાંચીવાડ, ડબગરવાડ, ગોધરા રોડ હરિરાઇ સોસાયટી સહિતના વિસ્તારોમાં સંપૂર્ણપણે સેનિટાઇઝેશન કરવામાં આવ્યા છે. આ માટે ૪૫૦૦ લિટર જેટલું સોડીયમ હાઇપોક્લોરાઇટ કેમિકલ વાપરવામાં આવ્યું છે.
#Sindhuuday Dahod