નડિયાદ મહાનગરપાલિકામાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ મહાનગરપાલિકામાં પ્રથમવાર મ્યુનિસિપલ કમિશનર જી.એચ.સોલંકીએ ધ્વજવંદન કર્યું હતું,
નડિયાદ મહાનગરપાલિકામાં યોજાયેલા કાર્યક્રમમાં કમિશનર સોલંકીએ ધ્વજવંદન બાદ શુભેચ્છાઓ પાઠવી હતી અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે નડિયાદને સુરત અને અમદાવાદની હરોળમાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર, ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કપડવંજ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કર્યું હતું. કાર્યક્રમમાં રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાભરમાં વિવિધ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમો યોજાઈ દેશભક્તિનો માહોલ છવાયો હતો.

