ઝાલોદ રામસાગર તળાવ કિનારે નગરમાં પીવાના સપ્લાય કરવા માટે પાણીની નવીન ટાંકીનુ મંથર ગતિએ ચાલતું કાર્ય જૂની ટાંકી છે તે પાણીની ટાંકી ખુલ્લી જોવા મળી : તંત્રની જોવા મળતી બે દરકારી
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ રામસાગર તળાવ કિનારે નગરમાં પીવાના સપ્લાય કરવા માટે પાણીની નવીન ટાંકીનુ મંથર ગતિએ ચાલતું કાર્ય જૂની ટાંકી છે તે પાણીની ટાંકી ખુલ્લી જોવા મળી : તંત્રની જોવા મળતી બે દરકારી
ઝાલોદ નગરમાં પાણીની ટાંકી જે પાણીનો સપ્લાય નગરમાં કરવામાં આવતો હતો તેવી બે ટાંકી હતી સમય જતાં એક ટાંકી નબળી પડતાં નગરપાલિકા દ્વારા તે ટાંકીને તોડી નવી બનાવવા માટેનું કાર્ય આરંભ કરવામાં આવ્યું હતું. એક વર્ષ ઉપરાંત સમય વીતી જવા છતાંય નવીન ટાંકી હજુ સુધી બની તૈયાર નથી થઈ. નગરમાં ગરમીનો સમય નજીક આવી રહેલ છે અને જો પાલિકા આવામાં દરરોજ પીવાનુ પાણી પૂરું નથી કરતી તો તેવામાં નગરજનો ને ભારે હાલાકી વેઠવી પડે છે અને નગરજનો ને જરૂર પ્રમાણે પાણી ન મળતાં ઘણી વાર પાણીના ટેન્કરો પણ મંગાવવા પડે તેવો સમય પણ આવે છે. ગત વર્ષે પણ ગરમીના સમયમાં પાણી ન મળતાં નગરજનો ને આવી સમસ્યાનો સામનો કરવો પડેલ હતો જેથી નગરજનો એવી માંગ કરી રહેલ છે કે જે નવીન ટાંકી બની રહેલ છે તેનું કાર્ય ઝડપી બને જેથી આવનાર ગરમીના સમયમાં પાણીની હાલાકી નગરજનોને વેઠવી ન પડે.
હાલ નગરપાલિકાની જે જુની ટાંકી જે પાણી સ્ટોરેજ કરે છે તે પ્રત્યે જવાબદાર તંત્ર દ્વારા ગંભીર બેદરકારી જોવા મળી હતી. આ સ્ટોરેજ કરવામાં આવતા પાણીની ટાંકી ઉપર કોઈ પણ જાતના ઢાંકણ જોવા નથી મળતા જેથી આ પાણીની ટાંકી ની અંદર કચરો ઉડીને પડે છે તેમજ પક્ષી ઓ પણ અહીંયા આવતા જતા હોવાથી તેઓ પણ આ પાણી ગંદુ કરે છે. આવું ગંદુ પાણી નગરમાં સપ્લાય કરવામાં આવતા નગરપાલિકા નગરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું હોય તેમ લાગી રહેલ છે. નગરમાં પાણી જન્ય રોગો પ્રત્યે નગરપાલિકા જાતે ગંભીર નથી તેવું લાગી રહેલ છે. હવે જોવાનું રહ્યું નગરપાલિકા આ કામગીરી માટે તકેદારી રાખશે કે સબ ચલતા હૈ ની જેમ ચાલવા દેશે.

