દાહોદના ભાઠીવાડા ગામે એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથેફેરો કરી રૂપિયા ૮૪,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૨૭
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે આવેલ એક પ્રાથમીક શાળામાં તસ્કરોએ હાથેફેરો કરી પ્રાથમીક શાળામાંથી મોનીટર, લેપટોપ વિગેરે મળી ૮૪,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૨૩મી જાન્યુઆરીના રોજ દાહોદના ભાઠીવાડા ગામે આવેલ ઝેર પ્રાથમીક શાળાને તસ્કરોએ નિશાન બનાવી પ્રાથમીક શાળાના કાર્લાયલના દરવાજાના બહારનું લોક તથા ઈન્ટરલોક તોડી તસ્કરોએ કાર્યાલયમાં પ્રવેશ કર્યાે હતો. કાર્યાલયમાં મુકી રાખેલ એક મોનીટર અને એક લેપટોપ મળી તસ્કરો કુલ રૂા.૮૪,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે ઝેર પ્રાથમી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શૈલેષભાઈ ભુરાભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

