નડિયાદમાં ટાઉન હોલ પાસે ૧૩ દુકાનો તોડી પડાઇ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ ટાઉન હોલ પાસે આવેલી દુકાનદારો ને મંગળવારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક દુકાનો ખાલી કરી આપવા માટે સૂચના આપી દીધી હતી અને બુધવારે મહાનગરપાલિકાની ટીમ આ દુકાનો તોડવા આવી હતી એમજીવિસીએલની ટીમ અને મહાનગરપાલિકાના ડે.કમિશ્નર પહોંચ્યા બાદ તમામ દુકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નડિયાદમાં ટાઉન પોલીસ મથક સામેની ૧૩ દુકાનો મામલે પ્રાંત અધિકારીની કચેરીમાંથી લીલી ઝંડી મળી જતા મહાનગરપાલિકા તંત્ર ગતરોજ મનપાના ભાડા વિભાગના કર્મચારીઓ દ્વારા આ ૧૩ દુકાનોના ભાડવાતોને તાત્કાલિક ધોરણે આ દુકાનો ખાલી કરી આપવા માટે તાકીદ કરી દેવાઈ હતી. દરમિયાન બીજા દિવસે બુધવારે મહાનગરપાલિકા બે જેસીબી અને ટ્રેક્ટર સાથે સ્થળ પર પહોંચતા દુકાનદારકોમાં નાસભાગ મચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે ભાડુઆતો દુકાનનો સામાન ખાલી કરવા કવાયત હાથ ધરી હતી તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા દબાણ હેઠળ આવતી આ ૧૩ દુકાનોને તોડવા કામગીરી હાથ ધરી છે. દુકાન તોડતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નડિયાદ ટાઉન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો હતો.

