ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં કુલ 40 જેટલી ટીમો દ્વારા 1071 વીજ કનેક્શન નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં કુલ 40 જેટલી ટીમો દ્વારા 1071 વીજ કનેક્શન નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
ફતેપુરા તાલુકામાં GUVNL અને MGVCL ની ટીમો દ્વારા ડુંગર , સલરા, ઢઢેલા , નાની બારા, ઘુઘસ જેજીવાય ફીડર પર આવતા કુલ 45 ગામોમાં 824 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 125 વીજ જોડાણ માં વીજ ચોરી ઝડપી પાડવામાં આવેલ હતી. જેની વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા 28.2 લાખ જેટલું થાય છે. ઝાલોદ તાલુકામાં કુલ 247 જોડાણ ચેક કરવામાં આવ્યા જેમાંથી 49 જોડાણ ચોરી કરતા સામે આવ્યા જેની વીજ ચોરીની રકમ આશરે 7.0 લાખ થાય છે.આમ કુલ 40 ટીમો દ્વારા 174 કનેક્શન વીજ ચોરી કરતા રંગે હાથ ઝડપાયેલ છે. જેની વીજ ચોરી ની રકમ આશરે ૩૫. ૨૦ લાખ રૂપિયા થાય છે. જેથી આજુબાજુના વિસ્તારોમાં વીજ ચોરી કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.

