ઝાલોદના ધાવડીયા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડા રૂપીયા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૭૪,૦૦૦ની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી તસ્કરોએ રોકડા રૂપીયા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૭૪,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે. ગત તા.૩૧મી જાન્યુઆરીના રોજ ઝાલોદના ધાવડીયા ગામે સીમળીયા ફળિયામાં રહેતાં રાજેશભાઈ ખાતુભાઈ ભાભોરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તથા લોક તોડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યાં હતાં જ્યાં મકાનમાં મુકી રાખેલ તિજાેરીનું લોક તોડી તિજાેરીમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૨૫,૦૦૦ તથા સોના-ચાંદીના દાગીના મળી તસ્કરો કુલ રૂા.૭૪,૦૦૦ની ચોરી કરી નાસી જતાં આ સંબંધે રાજેશભાઈ ખાતુભાઈ ભાભોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

