અધ્યાત્મ જગત માં ગુરૂવાણી થી કોઈ ઊંચી વાણી નથી…પૂ.મોરારિ બાપુ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સંતરામ મંદિરમાં ૧૯૪ મા સમાધિ મહોત્સવ નિમિતે રામકથાના ચોથા દિવસે મંગળવારે વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ કહ્યું હતું કે, જગતને સુધારવા સાધુ પુરૂષ કયારેક સ્વૈચ્છિક બંધન સ્વીકારે છે. તેમ કંઈ કરો કે નાકરો પણ સાંભળો સારૂ સાંભળો કથા પૂરેપૂરી સાંભળવા માટે થાડું પ્રારબ્ધ પણ જરૂરી છે. કથામાં જે નિમિતે બને તેને શિવજીને વકતા ધન્યવાદ આપે છે સંતરામ મહારાજ ધન્યવાદ આપે છે. કથા મંડપમાં ચોથા દિવસે સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભકતોની ઉપસ્થિતિમાં ધામધૂમથી શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ સમયે ભકતોના જય શ્રીરામના ગગનભેદી નારાથી મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.
કથાના ચોથાના દિવસે વિશ્વ વંદનીય મોરારીબાપુએ પોતાની આગવી શૈલીમાં કથામાં કહ્યું હતું કે,સત્સંગ એવું અમૃત છે . સત્સંગની અડધી એક ઘડી પણ જીવનને પુણ્યશાળી બનાવી દે છે. અધ્યાત્મક જગતમાં ગુરૂ વાણી થી કોઈ ઊંચી વાણી નથી. મોરારીબાપુએ પૂ.રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસ વિશે જણાવ્યું હતું કે, યજ્ઞ, તપ, દાન બધુ મૂકીને જે શરણે આવે.. જેની પાસે અશ્રુ અને આશ્રય આવે તેની ફેરો સાર્થક થઈ જશે. કોઈ બુદ્ધ પુરૂષ સત્પુરૂષનો આશરો કરી લેવો. આશ્રમ કરતાં ય આશ્રય મોટો છે . કોઈ સત્પુરૂષનો આશરો સ્વીકારી લેવો. આ સૃષ્ટી પરમાત્માનો પ્રથમ કહેતા આદિ અવતાર છે. એમ ભાગવતમાં પણ ઉલ્લેખ છે. જે તે ઇશ્વર છે એટલેજ નરસિંહ મહેતાએ ગાયું છે. સકળ લોકમાં સહુને વંદે ..હરિ ની સાથે જેણે નામનો નાતો જોડાયો હોય તેનું કામ કેમ ના થાય. હરિનામ નિર્ભય બનાવે છે. કથામાં ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
