નડિયાદ યોગી ફાર્મ ખાતે લીટલ કિંગડમ સ્કૂલ નો વાર્ષિકોત્સવ ઉજવાયો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદની લીટલ કિંગડમ સ્કૂલ નો ”વાર્ષિકોત્સવ” ની ઉજવણી કરવામાં આવી હતી . જેમાં ધોરણ નર્સરી થી ૧૨ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહી આનંદ માણ્યો હતો.વાર્ષિક ઉત્સવ ની ઉજવણી શાળાના ટ્રસ્ટી કીર્તિબેન ઝા , પ્રિન્સિપાલ મનીષાબેન પાટીલ, વિભૂતિબેન પરમાર ,શારદાબહેન ભોઈ , અર્લીના બેન કોન્ટ્રાક્ટર , અને શાળાના તમામ શિક્ષક મિત્રો , વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ હાજર રહી આનંદ માણ્યો હતો. પ્રોગ્રામના મહેમાન ડોક્ટર અમિત. પી .ગણત્રા પારુલ યુનિવર્સિટી, પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજ ઉમરેઠ, સર્વમંગલમ સ્વામી BAPS મંદિર યોગી ફાર્મ નડિયાદ, મા ઓમકારમા નંદ સરસ્વતી (ઉત્તરસંડા) ,તેમજ સ્વામી નારાયણ સંપ્રદાયના સંતોના આશીર્વાદ દ્વારા ઉદઘાટન સમારંભ કરવામાં આવ્યુ હતું.આમંત્રિત મહેમાનો એ તેમના શુભ આશીર્વાદ આપી ધોરણ ૧૦, ૧૨ ના વિદ્યાર્થીઓ ૨૦૨૪-૨૫ ની બોર્ડની પરીક્ષા માટે માર્ગદર્શન આપી આશિષ પાઠવ્યા હતા. આ સમગ્ર પ્રોગ્રામમાં શાળાના તમામ શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ નો ખુબ સરસ સહકાર મળ્યો હતો.

