કમિશ્નર અને વહીવટદાર નવા બસ મથક અને વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ મહાનગરપાલિકાના કમિશ્નર અને વહીવટદાર મંગળવારે શહેરમાં નવા બની રહેલા બસ મથક અને વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જ્યાં સ્થળ પરથી વિગતો મેળવ્યા બાદ જરૂરી નિર્દેશ આપ્યા હતા.
નડિયાદ મહાનગરપાલિકાના વહીવટદાર કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, મ્યુનિ. કમિશનર જી એચ સોલંકી તેમજ ડે. કમીશ્નર મનપાની ટીમે મંગળવારે શહેરના બે મહત્વના પ્રોજેક્ટની સ્થળ મુલાકાત કરી હતી. જેમાં શહેરમાં નવા બની રહેલાં બસ સ્ટેન્ડ સાઈટની મુલાકાત લઇ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બાબતે સમિક્ષા કરી હતી. આ ઉપરાંત મહત્વના જરૂરી સૂચનો પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ શહેરીજનોને શુદ્ધ અને ગુણવત્તાવાળું પાણી મળી રહે તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લઈ, તેની તમામ વિગતવાર માહિતી મેળવી, જરૂરી સુચન આપ્યા હતા. આગામી બજેટમાં મનપા દ્વારા જે જે કામોને પ્રાધ્યાન્ય આપવામાં આવનાર છે, તે તમામની અને જ્યાં જ્યાં અમૂક કામગીરી કરવાની જરૂરી જણાઇ રહી છે તેની મનપા કમિશ્નર દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ કનેક્ટ થઇને માહિતી મેળવી, વધુ સારૂં શું કરી શકાય તે માટે હાલમાં મનપાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

