રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દાહોદ ટીમ દ્વારા અધિકારી-પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
અજય સાસી દાહોદ

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દાહોદ ટીમ દ્વારા અધિકારી-પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા (વિદ્યાલય શિક્ષા) ટીમ દ્વારા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુરેન્દ્રસિંહ દામા, માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આરતસિંહ એ બારીયા તથા માનનીય ડાયટ પ્રાચાર્ય શ્રી રાજેશભાઈ મુનિયાની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. સાથે-સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-નવી દિલ્હી દ્વારા પ્રકાશિત વાર્ષિક કેલેન્ડર (પંચાગ)પણ શુભેચ્છા મુલાકાતમાં આપવામાં આવ્યું. સંગઠન દ્વારા વાર્ષિક કરવામાં આવતા રચનાત્મક કાર્યોની માહિતી આપવામાં આવી.SSC /HSC બોર્ડની પરીક્ષા સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવી. પગાર ગ્રાન્ટની ફાળવણી બાબતે તથા વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે હિસાબી શાખામાં હોદ્દેદારો દ્વારા મુલાકાત કરી યોગ્ય રજૂઆત કરવામાં આવી. આજની શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ, મહામંત્રી,સંગઠન મંત્રી,ખજાનચી સહિત વિવિધ તાલુકાઓના મહત્વના હોદ્દેદારો આ શુભેચ્છા મુલાકાતમાં જોડાયા હતા.
