ઝાલોદના નાનસલાઇ ગામના મૃતક શીવાભાઈ કાનજીભાઈ પટેલનુ તેઓના પરિવારજનોએ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે દેહ દાન કર્યું.

ઝાલોદના નાનસલાઇ ગામના મૃતક શીવાભાઈ કાનજીભાઈ પટેલનુ

તેઓના પરિવારજનોએ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે દેહ દાન કર્યું

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના શીવાભાઈ કાનજીભાઈ પટેલનું ગઈકાલે અવસાન થતા, તેઓના પાર્થિવ દેહનું પરિવારજનોએ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે પ્રાયોગિક અભ્યાસ અર્થે દાન કરી ખૂબ જ પુણ્યનું કામ કર્યું હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. ‌. જાણવા મળ્યા મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર ગામના મૂળ વતની અને હાલ ઝાલોદના નાનસલાઈ ગામે પોતાના પરિવારજનો સાથે રહેતા શીવાભાઈ કાનજીભાઈ પટેલ તેમજ તેમના ધર્મ પત્ની દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજને તેમના મૃત્યુ પછી મેડિકલમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીઓના પ્રાયોગિક અભ્યાસ અર્થે દેહદાન કરવાનો સંકલ્પ ગત તારીખ ૧૧ મી ઓક્ટોબરના રોજ લીધો હતો. આ અંગે તેમની ત્રણ દીકરીઓએ પણ તેઓને સંમતિ આપી હતી. તે વૃદ્ધ દંપત્તિ પૈકી ગઈકાલ તારીખ૧૧-૨-૨૦૨૫ ના રોજ શીવાભાઈ કાનજીભાઈ પટેલનું અવસાન થતાં તેમના પરિવારના સૌ સભ્યો તેઓના સંકલ્પ મુજબ દાહોદ ખાતે તેઓના પાર્થિવ દેહને મેડિકલ કોલેજને સોંપવા માટે આવ્યા હતા. પરિવારની ત્રણેય દીકરીઓ અને અન્ય પરિવારજનો પાર્થિવ દેહને લઈ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે પહોંચતા ઝાયડસ મેડિકલ કોલેજના ઉપસ્થિત તમામ ડોક્ટરો અને કોલેજમાં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શીવાભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. અને ઉપસ્થિત ઝાયડસ મેડિકલ કોલેજના તબીબો દ્વારા તેમના દેહદાનના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા તેઓનો આભાર માન્યો હતો. અને ઝાયડસ મેડિકલ કોલેજમાં મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કરેલ દેહદાન સાચા અર્થમાં ચરિતાર્થ થતાં તેમના પરિવારજનોને વધાવી લીધા હતા. તેમજ શીવાભાઈનું અવસાન થતાં તેઓના નેત્રનું પણ દાન પણ કરવામાં આવ્યું હતું. છ ગામ પાટીદાર સમાજમાં દેહદાનનો પ્રથમ પ્રેરણાદાયી કિસ્સો બનેલ છે. શીવાભાઈના દેહદાનના કિસ્સાથી પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકો પણ પ્રેરણા લે તેવો કિસ્સો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં બનવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!