દાહોદ જિલ્લામાં ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો : જિલ્લા અને તાલુકા પંચાયત સીટ પર પણ ભાજપે બાજી મારી

દાહોદ/ઝાલોદ તા.૧૮
દાહોદ જિલ્લાની પેટા ચુંટણીનું પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહૌલ જાેવા મળ્યો હતો. ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકામાં ભાજપાએ પોતાનું વર્ચસ્વ યથાવત્ રાખ્યું છે ત્યારે ઝાલોદ નગરપાલિકામાં ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ભાજપાએ સ્પષ્ટ બહુમતિ હાંસલ કરતાં ભાજપના ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓમાં ખુશીનો માહૌલ જાેવા મળ્યો હતો. દેવગઢ બારીઆ નગરપાલિકામાં કુલ ૦૬ વોર્ડમાં ૨૪ બેઠકોમાંથી ભાજપે ૧૩ અને, કોગ્રેસે ૦૩ અને અપક્ષે ૦૮ બેઠકો પર વિજયી મેળવ્યો છે ત્યારે ઝાલોદ નગરપાલિકામાં ૦૭ વોર્ડમાં ૨૮ બેઠકો પર ભાજપે ૧૭ બેઠકો પર વિજયી મેળવ્યો હતો અને અપક્ષે ૧૧ બેઠકો પર વિજયી મેળવ્યો હતો ત્યારે બીજી તરફ કોંગ્રેસે એકપણ બેઠક પર ખાતુ ન ખોલવાતાં આશ્ચર્ય સર્જાયું છે.
દાહોદ જિલ્લામાં પેટા ચુંટણીના પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહૌલ જાેવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ દેવગઢ બારીઆ નગરપાલિકાની ચુંટણીના પરિણામની તો દેવગઢ બારીઆ નગરપાલિકામાં કુલ ૦૬ વોર્ડની ૨૪ બેઠકોમાંથી ભાજપે ૧૩, કોંગ્રેસે ૦૩ અને અપક્ષે ૦૮ બેઠકો પર પોતાનો કબજાે જમાવ્યો છે. ખાસ કરીને ભાજપના ઉમેદવારો તેમજ તેમના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહૌલ જાેવા મળી રહ્યો છે જેમાં ભાજપના વિજેતા ઉમેદવારો સહિત અન્ય વિજેતા ઉમેદવારોએ દેવગઢ બારીઆ નગરમાં પોતાનો વાજતે વાજતે વિજય સરઘસ કાઢ્યાં હતાં. દેવગઢ બારીઆ નગરપાલિકાની ચુંટણીના પરિણામો જાહેર થતાં વોર્ડ નંબર ૦૨ અને નંબર ૦૩નું પરિણામ જાહેર થતાં જેમાં વોર્ડ નંબર ૦૨માં ૦૧ કોંગ્રેસ અને ૦૩ અપક્ષ અને જ્યારે વોર્ડ નંબર ૦૩માં ચાર અપક્ષ વિજેતા જાહેરા થયાં છે. દેવગઢ બારીઆ નગરમાં વિજેતા ઉમેદવારો તેમજ તેમના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. વિજેતા ઉમેદવારો દ્વારા પોત પોતાના મત વિસ્તારો તેમજ દેવગઢ બારીઆ નગરમાં વાજતે ગાજતે વિજય સરઘસ પણ કાઢ્યો હતો. ત્યારે વાત કરીએ ઝાલોદ નગરપાલિકાની તો વહેલી સવારથીજ મતગણતરી મથકોએ પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ચુંટણી અધિકારીઓ અને ચુંટણી કર્મચારીઓ દ્વારા હાથ ધરી દેવામાં આવી હતી. ઝાલોદ નગરપાલિકામાં ૦૭ વોર્ડમાં કુલ ૨૮ બેઠકો પર શરૂઆતથીજ ભાજપ આગળ રહેતું આવ્યું હતું અને મતદણતરીના અંતે ભાજપે ૨૮ બેઠકોમાંથી ૧૭ બેઠકો પોતાના કબજે કરી લીધી હતી. ઝાલોદ નગરપાલિકામાં સૌ પ્રથમ વખત ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવતાં ભાજપના ઉમેદવારો તેમજ તેમના કાર્યકર્તાઓમાં આનંદ છવાઈ ગયો હતો તો બીજી તરફ અપક્ષે ૧૧ બેઠકો મેળવી હતી તો કોંગ્રેસ માટે શુન્ય પરિણામ જાહેર થયું છે. ભાજપના સૌ વિજય ઉમેદવારોએ પોત પોતાના વિસ્તારો તેમજ ઝાલોદ નગરપાલિકા વાજતે ગાજતે વિજય સરઘસો કાઢ્યાં હતાં.
દાહોદ જિલ્લાની પેટા ચુંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામની વાત કરીએ તો, જિલ્લા અને તાલુકા પંયાચત મળી કુલ ૦૭ બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. અપક્ષ અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયાં છે. જેમાં જિલ્લા પંચાયતની ધાનપુર તાલુકાના પિપેરો બેઠક પર ભાજપ ઉમેદવાર વિજયી બન્યાં છે. તાલુકા પંચાયત બેઠકની વાત કરીએ તો ઝાલોદની કારઠ-૧, ઝાલોદની ધાવડીયા, લીમખેડાની મોટીબાંડીબાર, ગરબાડાની ઝરીબુઝર્ગ-૨, ધાનપુરની નાકટી અને દાહોદની નગરાળા બેઠક પણ પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે.

