ઝાલોદના ખરવાણી ગામે ઘરની બાજુમાં ઢાળીયાામાં સંતાડી રાખેલ રૂા.૫.૬૫ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે જમાઈ તથા સાસુ દ્વારા એકબીજાના મેળાપીપણામાં વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં સ્ટોક રાખ્યો હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે ખરવાણી ગામે તેઓના આશ્રય સ્થાને ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસે સ્થળ પરથી કુલ રૂા.૫,૬૫,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે સાસુની પોલીસે અટકાયત કરી જ્યારે જમાઈ પોલીસને ચકમો આપી નાસી ગયાંનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં આગામી હોળીને તહેવારને અનુલક્ષીને બુટલેગરો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો બેફામ બન્યાં છે. આવા સમયે દાહોદ જિલ્લાની તમામ પોલીસ દ્વારા દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારો ખાતે અને ખાસ કરીને દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદી વિસ્તાર ખાતે સઘન વાહન ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવા સમયે ઝાલોદના ખરવાણી ગામે પટેલ ફળિયામાં રહેતાં રમીલાબેન રાજુભાઈ બારીયા તથા તેના જમાઈ અશોકભાઈ માનસીંગભાઈ ભાભોર (રહે. ખરવાણી, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાએ એકબીજાના મેળાપીપણામાં આગામી હોળીના તહેવારમાં વેચાણ કરવા સારૂ ટુકડે ટુકડે વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો રમીલાબેને પોતાના ઘરની બાજુમાં આવેલ પતરાના ઢાળીયામાં સંતાડી રાખેલ હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગત તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ સ્થળ પર ઓચિંતી પ્રોહી રેડ પાડતાં અશોકભાઈ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો જ્યારે તેની સાસુ રમીલાબેનને પોલીસે અટકાયત કરી પતરાના ઢાળીયામાં તલાસી હાથ ધરતાં સ્થળ પરથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૧૪૪ જેમાં બોટલો નંગ.૩૦૦૮ જેની કુલ કિંમત રૂા.૫,૬૫,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત મહિલાની પોલીસે અટકાયત કરી આ સંબંધે લીમડી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!