દાહોદ શહેર સહિત જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શિવભક્તો દ્વારા ધાર્મિક રીતે તેમજ હર્ષાેઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી
દાહોદ.તા.૨૬
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે મહા શિવરાત્રી પર્વની શિવ ભક્તો દ્વારા ધાર્મિક રીતે હર્ષાેઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથીજ તમામ શિવાલયો બમ બમ ભોલે તેમજ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નીલકંઠેશ્વર મહાદેવ ખાતે શિવજીની સવારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહ્યાં હતાં.
દેવાધિદેવ મહાદેવને રિઝવવા માટેનું આજે મહાપર્વ મહાશિવરાત્રીની ઉજવણી માટે દાહોદ શહેરના શિવભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે શહેરના મનકામેશ્વર મહાદેવ, ગૌરીશંકર મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ, લેનના મહાદેવ, નીલકંઠેશ્વર મહાદેવ વગેરે મંદિરોમાં આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ શિવાલયોમાં વહેલી સવારથીજ પૂજા અર્ચન માટે શિવભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી અને આ પૂજા અર્ચન આખો દિવસ ચાલુ રહ્યા હતા. સતત ત્રીજા વર્ષે આજે મહાશિવરાત્રી મહાપર્વ નિમિત્તે શહેરના ગોધરા રોડ ખાતેના નીલકંઠેશ્વર મહાદેવ ખાતે શિવજીની સવારીનું આયોજન કરવામાં આવ્યું. ડીજે તેમજ નાસિકના ઢોલના તાલે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરેથી બપોરના બે વાગ્યે વાજતે ગાજતે નીકળેલ શિવજીની સવારી ગોધરા રોડ જકાતનાકા પર થઈ છાબ તળાવ જનતા ચોક, ભગિની સમાજ, માણેકચોક નગરપાલિકા ચોકથી એમ જી રોડ થઈ પરત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી હતી જ્યાં પુજારતી સાથે શિવજીની સવારીનું સમાપન થયું હતું ત્યારબાદ નિજ મંદિરના પટાંગણમાં સાંજના સાત વાગ્યાથી મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો.

