સંજેલી નગરમાંથી ગૌવંશનું ચામડી તેમજ કતલ કરવા બાંધી રાખેલ ૧૦ મુંગા પશુઓને મુક્ત કરાવતી પોલીસ : એક ઈસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં એક સ્થળ પર પોલીસે ઓચિંતો છાપો મારતાં ઘરમાંથી ગૌવંશનું કતલ કરેલ ગૌવંશનું ચામડુ તેમજ બાજુમાં ખુલ્લા પ્લોટમાં કતલ કરવા માટે બાંધી રાખેલ બળદો તેમજ વાછરડાઓ કુલ ૧૦ પશુઓને પોલીસે મુક્ત કરાવી સ્થળ પરથી પોલીસે કુલ રૂા.૮૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.૧૫ના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે સંજેલી નગરના પશુ દવાખાનાની પાછળના વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં સ્થળ પર ગૌવંશનું કતલ કરી તેમનું ચામડું ૧૦ કિલોગ્રામ, બે શીંગડા તેમજ બાજુમાં ખુલ્લા પ્લોટમાં વગર ઘાસચારા કે પાણીની સુવિધા વગર કતલ કરવાને ઈરાદે દોરડા વડે ક્રુરતાપુર્વક બાંધી રાખેલ બળદો અને વાછરડાઓ મળી ૧૦ મુંગા પશુઓને પોલીસે મુક્ત કરાવી કુલ રૂા.૮૮,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે સંજેલી પોલીસે ઈલીયાસ ઉર્ફે અલ્લુ ગુલામભાઈ ગુડાલા (રહે. સંજેલી, તા.સંજેલી, જિ.દાહોદ) ની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

