જિલ્લા આરોગ્ય તંત્ર દાહોદની ૧૦૮ ની ટીમ જરૂરિયાતમંદની વહારે કોઇપણ સમયે ખડેપગે : ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ ની ટીમે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ જુડવા બાળકોની પ્રસૂતી કરાવી


દાહોદ તા.૨૭

દાહોદ જિલ્લાનો આરોગ્ય વિભાગ રાત-દિવસ જોયા વગર ખડપગે નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને સતત તેની સારવાર અર્થે પ્રયત્નશીલ રહ્યો છે. હા, આપણે અહી વાત કરવા જઈ રહ્યા છીએ દાહોદ જીલ્લાનાં માતવા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં ઈએમઆરઆઇ GHS ૧૦૮ ની મદદ લેવામાં આવી હતી. ૧૦૮ ની ટીમ તાત્કાલિક માતવા ગામે પહોંચી હતી. સગર્ભા મહિલાને તપાસતા સગર્ભાને પ્રસુતિનુ અસહ્ય દુઃખાવો હોવા છતાં ૧૦૮ ની ટીમે સફળતા પુર્વક જોખમી જુડવા બાળકોની પ્રસૂતી કરાવી હતી. ત્યારબાદ માતા અને નવજાત બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દાહોદ જિલ્લાના નાગરિકોનું આરોગ્ય વિભાગ દ્વારા સાચા અર્થમાં દરકાર કરવામાં આવે છે, તેનું ઉત્તમ ઉદાહરણ વિષે વિગતે જાણીએ તો માતવા ગામમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા તેમને EMRI GHS ૧૦૮ ની મદદ લેવામાં આવી હતી. ઈએમટી દશરથસિંહ રાઠવા અને પાયલટ બકુલભાઈ પટેલ ચાંદાવાડા લોકેશન ૧૦૮ ની ટીમ તાત્કાલિક માતવા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા મહિલા ને ખુબ જ પીડા હોવાથી એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવાની જરૂર પડી હતી.

બાળકો જુડવા હોવાથી જેમાં એક બાળકમાં ગર્ભનાળ વીંટળાયેલો હતો, જેથી કરીને તે પ્રસુતા માતા અને બાળક માટે ખૂબ જ જોખમી હોવાથી સગર્ભા મહિલા દર્દીની ઈએમટી દશરથસિંહ દ્વારા ઈમરજન્સી ફીઝિશિયનની સલાહ મુજબ સફળતાપૂર્વક પ્રસૂતિ કરવામાં આવી હતી. માતા અને નવજાત બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને લીમખેડા સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ૧૦૮ ટીમ દ્વારા સફળ પ્રસુતી કરાવીને ખરેખર પ્રશંસનિય કામગીરી કરવામાં આવી છે. આ તકે દર્દીના પરિવાર જનો એ ૧૦૮ ના સ્ટાફની કામગીરીને બિરદાવીને હ્રદય પૂર્વક આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!