સરકારી ઇજનેરી કોલેજ દ્વારા ઈસરો/ડીએસઓ ઇન્ટર્નશિપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
દાહોદ તા.૨૭
દાહોદની સરકારી ઈજનેરી કોલેજ ખાતે ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઈસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સમાં ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટ કરવા માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈસરો ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટ કરવા માટે ફોર્મ કેવી રીતે ભરવું, ઇન્ટર્નશિપ માટે એજ્યુકેશન કવોલિફિકેશન, ઇન્ટર્નશિપ સમયગાળો જેવી જરૂરી માહિતી પ્રોફેસર ડો. ઈસ્હાક શેખ દ્વારા આપવામાં આવી હતી.
ઈસરો જેવી સંસ્થામાં ઇન્ટર્નશિપ કરવામાં માટે એજ્યુકેશન કવોલિફિકેશન, અગાઉ કરેલ ઇન્ટર્નશીપ, પ્રોજેક્ટ, વર્ક એક્સપિરિઅન્સ, ટેક્નિકલ સ્કિલ જેવી બાબતોને મહત્વ આપીને ધ્યાનમાં લેવાની હોવાથી એ માટે વિદ્યાર્થીઓ એ દિશામાં અથાગ પ્રયત્ન કરે અને ઇન્ટર્નશીપ અને પ્રોજેક્ટ ટ્રેનિંગ મેળવીને પોતાના કરિયરને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે એ માટે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

