ધાનપુરના નવાનગર ગામે ૨૮ વર્ષિય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામે એક ૨૮ વર્ષિય યુવકે પોતાના ઘરમાં લોખંડની હીંગલે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ગતરોજ ધાનપુરના નવાનગર ગામે બાટણપુરા ફળિયામાં રહેતાં ૨૮ વર્ષિય મુકેશભાઈ હીરાભાઈ પરમારે કોઈ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ઈરીગેશનના ક્વાટર્સની લોખંડની હીંગલે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. ઘટના અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક મુકેશભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવમાં આવ્યાં હતાં.

આ સંબંધે નનાભાઈ ગલુભાઈ ભુરીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!