ગાયત્રી પરિવાર તથા નિવૃત લેપ્રસી કર્મચારીઓ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ દાહોદ ખાતે રક્તપિતના દર્દીઓને પોષણ કીટ અપાઈ
દાહોદ તા.૨૮
તાલુકા હેલ્થ ઓફિસ, દાહોદ ખાતે જીલ્લા રક્તપિત અધિકારીશ્રી અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રીના અધ્યક્ષ સ્થાને રક્તપિતના દર્દીઓને ગાયત્રી પરિવાર અને નિવૃત થયેલ લેપ્રસી કર્મચારીઓ દ્વારા પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી.
આ નિમિતે દાહોદ તાલુકાના ૧૮ દર્દીઓ અને ગરબાડા તાલુકાના ૨ દર્દીઓ મળીને કુલ ૨૦ જેટલા દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી.

