કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ એ દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી


દાહોદ તા.૦૧
દાહોદમાં રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલ્વે માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવએ દાહોદની મુલાકાત દરમ્યાન રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લઇને સમગ્રતયા નિરીક્ષણ કર્યું હતું. ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું નિરીક્ષણ કર્યું હતું. રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ સહિત પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે એ સિમેન્સ ઇન્ડિયા કંપની દ્વારા પી.પી.પી. ધોરણે શરૂ થયેલ એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન મંત્રીશ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવએ જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું હતું. રેલ્વે અધિકારીશ્રીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી. તેમજ કર્મચારીઓની સેફટી માટે વપરાતા સેફટી શૂઝ, બેલ્ટ, હેલ્મેટ વિશેની સેફટી ગાઈડ લાઈન વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી. મંત્રીશ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ એ સેફટીને ધ્યાને રાખીને વર્ક શોપનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર , જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે, પ્રાંત અધિકારી શ્રી મિલિન્દ દવે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ ભંડારી, રેલ્વેના સિનિયર અધિકારીશ્રીઓ સહિત સ્ટાફ, આર. પી. એફ. ટીમ સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

