વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે ૯૮મી રવિસભા યોજાઇ હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ સને ૨૦૧૮માં આરંભેલો પક્ષીઓ માટે ઉનાળાના પ્રારંભે ચકલીઓને પીવાનું પાણી મળી રહે તેમજ ગરમીથી રાહત મળે તે માટે પાચ હજાર પાણીના કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના ઉપલક્ષમાં ગુજરાતની ગૌરવગાથા વલ્લભથી વિશ્વપ્રતિમા સુધી એસ.પી.યુનિ.ના કુલપતિ ડો.નીરંજનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ૧૦૦ થી વધુ કલાકારોએ સાંસ્કૃતિ કાર્યક્રમ વિશાળ સ્ટેજ પર યોજાયો હતો. મંદિરના કોઠારી અને રવિસભાના વક્તા ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિરમાં બિરાજતા શ્રીલક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સહિત તમામ દેવો ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. ત્યારે સ્વાભાવિક છે કે ભક્તો પણ પોતાના આરાધ્યદેવને રાજી કરવા ઋતુ પ્રમાણેના ફળોનો અન્નકુટ ધરાવે છે.
વડતાલ રવિસભા હોલમાં યોજાયેલ ૯૮મી રવિસભામાં ઉનાળાની બળબળતી ગરમીમાં આપણા ઘર આંગણાના લુપ્ત થતા પક્ષી ચકલીઓની રક્ષા માટે તેઓને પીવાનું પાણી મળી રહે તે માટે સંતો અને મહાનુભાવોના હસ્તે પાંચ હજાર પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડતાલ સંસ્થાન ધર્મ સાથે સેવા પ્રવૃત્તીને પણ વરેલુ છે. તે સેવા માનવની હોય કે પશુપક્ષીઓની તેમાં અગ્રેસર રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!