વાલ્લાના શિક્ષકે રંગોળી કલા અને કઠપૂતળી કલાની રજૂઆત કરી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટે ઐતિહાસિક નગર વડનગર ખાતે તાના-રીરી બાગમાં ‘સાંસ્કૃતિક શનિવાર’ નિમિત્તે કઠપૂતળી કલા તથા રંગોળી કલાની સફળ રજુઆત કરી છે. જેમાં વડનગરના વતની અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૧૧૧ ફૂટની વિશાળ રંગોળી દ્વારા ખાસ આદર સન્માન આપેલ છે. ઉપરાંત પોતાનો ૨૦૨૭ મો કઠપૂતળી ખેલ પણ રજૂ કરેલ છે. જેમાં કપડવંજ તાલુકાની સિંઘાલી પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષક જશવંતભાઈ શનાભાઈ પાટિલ અને વિદ્યાર્થી મેરૂભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ ખાસ સહયોગી બન્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે,વાલ્લા પ્રાથમિક શાળા છેલ્લા ૨૧ વર્ષથી કઠપૂતળી કલા દ્વારા ભાર વિનાનું ભણતર અને લોક જાગૃતિના કાર્યક્રમો રાજ્યભરમાં કરી રહી છે, આ શાળાની રંગોળી કલા પણ રાજ્ય કક્ષાએ આગવી ઓળખ બની રહી છે.ઐતિહાસિક વડનગર ખાતે પોતાની બન્ને કલાની રજૂઆત કરી શાળાએ રાજ્યકક્ષાએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

