ટ્રેનમાં વૃદ્ધ પેસેન્જરને પોલીસ ઈન્સ્પેક્ટરે સીપીઆર આપી જીવ બચાવ્યો

નરેશ ગનવાણી નડિયાદ

મુંબઇથી અમદાવાદ આવવા બોરીવલી રેલ્વે સ્ટેશન ઉપરથી કમ્પાર્ટમેન્ટ બેઠેલા કપડવંજ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર દ્વારા તેમના કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતા આશરે 60 વર્ષના આશરાના પેસેન્જરને અચાનક હાઇપો ગ્લાઇસેમીક કાર્ડીયાક એરેસ્ટનો હુમલો થયો હતો. પોલીસ ઇન્સપેક્ટર દ્વારા સીપીઆર આપી અને પેસેન્જરનો જીવ બચાવ્યો હતો.
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.ડી.દેવડા મુંબઇથી અમદાવાદ આવવા બોરીવલી રેલ્વે સ્ટેશન ઉપરથી કમ્પાર્ટમેન્ટમા  મુસાફરી કરતા આશરે 60 વર્ષના  પેસેન્જરને અચાનક હાઇપો ગ્લાઇસેમીક કાર્ડીયાક એરેસ્ટનો હુમલો થયો હતો. જેથી પોલીસ ઇન્સપેક્ટર દ્વારા તાત્કાલીક માનવતા દાખવીને સી.પી.આરની તાલીમનો અનુભવનો ઉપયોગ કરી દર્દીને સી.પી.આર આપવામાં આવ્યો હતો. તેમજ દર્દીને વધુ સારવારની જરૂર હોવાને લઈ ટ્રેઇનનું આગામી સ્ટોપેજ વાપી ની જગ્યાએ દહાણુ રોડ રેલ્વે સ્ટેશન ઉપર ઇમરજન્સી સ્ટોપ કરવામાં આવી હતી.
જ્યાં  દર્દીની સારવાર કરાવવાની એમ્બ્યુલન્સ સહીતની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. આમ પોતે રજા ઉપર હોવા છતાં અસરકારક કામગીરી કરી એક મુસાફરને સહાયરૂપ થઇ સી.પી.આર. આપી જીવ બચાવી સંવેદનશીલ પોલીસ અધિકારી તરીકે સમાજમાં ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડી પ્રસંશનીય કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!