ફરીવાર દાહોદમાં બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી સામે આવ્યો : સુખસરમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા દરમ્યાન ડમી વિદ્યાર્થી સુપરવાઈઝરની ચેંકીગ દરમ્યાન ફરાર

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં પુન: એક ડમી પરીક્ષાર્થીનો મામલો સામે આવ્યો છે જેમાં ફતેપુરાના સુખસર ખાતે આવેલ એલ.બી. કટારા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ ૧૨ની પરીક્ષામાં મુળ પરીક્ષાર્થીની જગ્યાએ ડમી પરીક્ષાર્થી પરીક્ષા આપવા આવતાં સુપરવાઈઝર સામે આ મામલો સામે આવતાં ડમી પરીક્ષાર્થીને પકડવા જતાં ડમી પરીક્ષાર્થી સુપરવાઈઝરના હાથમાં ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે.
ફતેપુરાના સુખસર ખાતે આવેલ એલ.બી. કટારા ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે ગત તા.૦૫મી માર્ચના રોજ ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી હતી ત્યારે આ પરીક્ષામાં મુળ પરીક્ષાર્થી અજયકુમાર જયંતિભાઈ કટારા (રહે. સુખસર, તા.ફતેપુરા, જિ.દાહોદ)નાની સ્થાને ડમી પરીક્ષાર્થી જેનું નામ નીરીક્ષકો જાણે તે પહેલાંજ તે પરીક્ષા આપવા પહોંચે અને સુપરવાઈઝરને આ મામલાની જાણ થતાં સુપરવાઈઝર દ્વારા ડમી પરીક્ષાર્થી પરીક્ષા રસીદ વિગેરે ચેક કરતાં ડમી પરીક્ષાર્થી વર્ગખંડમાંથી નીરીક્ષકોની નજર સામે ભાગી છુટ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર પરીક્ષા પરીક્ષા વર્ગ ખંડ સહિત પરીક્ષા કેન્દ્ર ખાતે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી.
આ સંબંધે સુપરવાઈઝર કલાવતીબેન વિરાભાઈ ચારેલે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!