દાહોદના એક વેપારી આઠ વર્ષ બાદ ન્યાયની માંગણી સાથે પોલીસના શરણે : મકાઈના માલના રૂા.૧૦ ઉપરાંતની રકમ મોરબીના વેપારીએ દાહોદના વેપારીએ ન ચુંકવતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૦૭
દાહોદ શહેરમાં એક વેપારી સાથે ઠગાઈ, વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે જેમાં એક વેપારીએ મોરબીના એક વેપારીએ આજથી આઠ વર્ષ પહેલા દાહોદના વેપારી પાસે મકાઈનો માલ મંગાવ્યાં બાદ રૂા.૧૦,૬૯,૮૨૯ નાણાં આજદિન સુધી નહીં ચુંકવતાં આખરે હારી થાકેલા દાહોદના વેપારીએ મોરબીના વેપારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના બુરહાની સોસાયટી ખાતે રહેતાં અને દાહોદ શહેરના મુલ્લાજી બજાર (કથીરીયાબજાર) ખાતે એસ કે ટ્રેડિંગ કંપની નામની પેઢી ચલાતાં અબ્બાસી ખુરશીદભાઈ ખરોદાવાલાની પાસેથી મોરબીના ટેકારા તાલુકામાં લજાઈ વિસ્તારમાં રહેતાં ઈમરાન અલાઉદ્દીન કડીયાવરએ તારીખ ૩૦.૦૭.૨૦૧૮થી તારીખ ૦૧.૦૮.૨૦૧૮ના સમયગાળા દરમ્યાન પોતાના ધંધા અર્થે કેટલ ફીડ માટે દાહોદના વેપારી અબ્બાસી પાસેથી માલ (મકાઈ) મંગાવ્યાં હતાં અને જેનું કુલ બીલ રૂા.૧૦,૬૯,૮૨૯ થયું હતું. આ નાણાંની માંગણી છેલ્લા આઠ વર્ષથી દાહોદના વેપારી અબ્બાસી મોરબીના વેપારી ઈમરાન પાસે અવાર નવાર માંગતાં હોઈ અને આ નાણાં આપવામાં ઈમરાન ગલ્લા તલ્લા કરતો હોઈ અને વાયદા પર વાયદો કરતો હોઈ આખરે આઠ વર્ષથી નાણાંની ઉઘરાણી કરી થાકેલા દાહોદના વેપારી અબ્બાસી ખુરશીદભાઈ ખરોદાવાલાએ આ સંબંધે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે મોરબીના વેપારી ઈમરાન અલાઉદ્દીન કડીયાવર સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

