પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભથવાડા (દેવગઢ બારીયા) ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત પિયર એડયુકેટરની તાલીમનો કાર્યક્રમ યોજાયો


દાહોદ તા.૦૯

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભથવાડા ખાતે RKSK પ્રોગ્રામ lઅંતર્ગત પિયર એડયુકેટરની તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આર.સી.એચ.ઓ.શ્રી ડૉ. ગીરીવર સિંહ બારીયા તેમજ ડૉ.કલ્પેશ બારીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, દેવગઢ બારીયા, મેડિકલ ઓફિસરશ્રી ડૉ. હિતેશ ચારેલ અને આયુષ મેડિકલ ઓફિસર ડૉ.શૈલેન્દ્ર નાયક દ્વારા આર. કે. એસ. કે કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પિયર એજ્યુકેટરને સવારના સેશનમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી દ્વારા યોગ, પ્રાણાયામ શીખવવામાં આવ્યા હતા. તેમજ શરૂઆતના સેશનમાં મેડિકલ ઓફિસરશ્રી દ્વારા આર .કે. એસ. કે. પ્રોગ્રામ તેમજ એડોલેશન હેલ્થ ક્લિનિક અને પિયરની પસંદગી, કિશોર ઉંમરમાં થતી મૂંઝવણ અને તાલીમના ઉદ્દેશ્ય વિશે સમજૂતી આપવામાં આવી હતી.

એડોલેસન હેલ્થ કાઉન્સેલર અને સિકલસેલ કાઉન્સેલરશ્રી દ્વારા એનીમિયા, સિકલસેલ એનિમિયા, ત્યારબાદ મેડિકલ ઓફિસરશ્રી દ્વારા વ્યક્તિગત સ્વચ્છતા, ના પાડતા શીખો, જીવન કૌશલ્ય, જાતીય શોષણ, સ્વબચાવ, જાતીય રોગો અને એચ.આઇ.વી /એઇડ્સ વિશે વિવિધ ગેમ દ્વારા સમજૂતી આપવામાં આવી હતી.

આ દરમ્યાન પિયર એજ્યુકેટરની ભૂમિકા વિશે વિવિધ સેશન લેવામાં આવ્યા હતા. આયુષ મેડિકલ ઓફિસરશ્રી દ્વારા માસિક સમય દરમ્યાનની સ્વચ્છતા અને ગૌરવી દિવસની કામગીરી વિશે એજ્યુકેટરને વિડીયો અને ચર્ચા દ્વારા સમજૂતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સ્ટાફ, આશા કાર્યકરોને તાલીમમાં ડૉ.હાર્દિક વ્યાસ, માસ્ટર ટ્રેનર દ્વારા પિયર એજ્યુકેટરને પરિચય પ્રવૃત્તિ તેમજ ગેમ દ્વારા મોડયુલ રીડિંગ કરી રોલ પ્લે દ્વારા અલગ અલગ વિષયની સમજૂતી આપવામાં આવી હતી.

આ સાથે જિલ્લા કક્ષાએથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુના ઉપયોગ અને તેની હાનિકારકતા ઉપરાંત તેને લગતા કાયદા અને કિશોર અવસ્થામાં કેવી રીતે વ્યસનની શરૂઆત થાય છે તેમ જ વ્યસનથી દૂર થવા માટે શું કરી શકાય આ વિષયની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!