દેવગઢ બારીઆ નગરમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી ૨૫ વર્ષિય યુવતીએ હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી એક ૨૫ વર્ષિય યુવતીએ હોસ્પિટલમાં અગમ્યકારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દેવગઢ બારીઆ નગરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં વર્ષાેથી ફરજ બજાવી રહેલ એક ૨૫ વર્ષિય યુવતીએ હોસ્પિટલના બાથરૂમમાં અગમ્યકારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં હોસ્પિટલ આલમમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પરિવારજનો તેમજ સ્થાનીક પોલીસને થતાં તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસે મૃતક ૨૫ વર્ષિય યુવતીના મૃતદેહને નજીકના સરકારી દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં હોળીના તહેવાર ટાણે ગમગીની છવાઈ ગઈ હતી. યુવતીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી લે રહસ્ય રહેવા પામ્યું છે ત્યારે આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

