અવાજ પ્રદુષણ કરતાં અને સરકારની ગાઈડલાઈનનો ભંગ કરનાર ફતેપુરામાં ચાર ડી.જે. સંચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતાં જિલ્લાના ડી.જે. સંચાલકોમાં ફફડાટ

દાહોદ તા.૧૮

અવાજનું પ્રદૂષણ ઘટાડવા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ગાઈડ લાઈનનો ભંગ કરી, કાયદાને ઘોળીને પી જનારા ચાર જેટલા ડીજે વાહનો ઝડપી લઇ ડિટેઇન કરી તે ડીજે વાહનોના સંચાલકો સામે ફતેપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા તાલુકા પંથકના ડીજે સંચાલ કોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં ડીજે તેમજ અન્ય ખોટા ખર્ચ ઘટાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ આ મુદ્દે ગ્રામ્ય વિસ્તારના ઘણા સમાજાેમાં પણ એકતા સધાઈ છે. ત્યારે અવાજનું પ્રદૂષણ ઘટાડવા સરકાર દ્વારા પણ ડીજેના ઉપયોગ માટે એક ગાઈડ લાઈન નક્કી કરવામાં આવી છે. અને તેનો અમલ કરવા ડીજેના સંચાલકોને ફતેપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ખાંટ તેમજ પીએસઆઇ જે કે રાઠોડ દ્વારા અવારનવાર ફતેપુરા પોલીસ મથકે બોલાવીને ડીજે વગાડવા માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ગાઈડ લાઈન બાબતે સમજાવવામાં આવ્યા હતા. તેમ છતાં ફતેપુરા પોલીસ મથકના હદ વિસ્તારના ડીજે સંચાલકો પોતાની મનમાની કરીને કાયદાની એસી તેસી કરી સરકારની ગાઈડ લાઈનનો ખુલ્લે આમ ભંગ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. ફતેપુરા નગર સહિત તાલુકાના કેટલાએ આગેવાનો દ્વારા ફતેપુરા પોલીસને આ બાબતે ટેલીફોનિક જાણ કરી માહિતગાર પણ કરવામાં આવી હતી. નગરજનો દ્વારા કરવામાં આવેલી વ્યાપક ફરિયાદોની ગંભીરતાને ધ્યાને લઈ ફતેપુરા પોલીસ એક્શનમાં આવી હતી. અને સરકારની ગાઈડ લાઈનનો ખુલ્લેઆમ ભંગ કરી પોતાની મનમાની કરી કાયદાની એસી તેસી કરનારા ડીજે સંચાલકો સામે લાલ આંખ કરી ફતેપુરા પોલીસ પથકના હદ વિસ્તારમાં પોતાની મનમાની કરી સરકારની ગાઈડલાઈનનો ભંગ કરનારા ચાર જેટલા ડીજે સંચાલકોના ડીજે વાહનો ડીટેઇન કરી કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરતા તાલુકા પંથકના ડીજે સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાવવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!