ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ દ્વારા “Eat Right India” ના અભિયાન અંતર્ગત Nukkad Natak “Eat right, Live healthy” (શેરી નાટક) યોજવામાં આવ્યું
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાની શાળાઓમાં Nukkad Natak “Eat right, Live healthy” (શેરી નાટક) દ્વારા ખાદ્ય સલામતી અંગે લોક જાગૃતિ આવે તે મુખ્ય હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદના જિલ્લા ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રી વી.ડી.રાણાના માર્ગદર્શન હેઠળ ફુડ સેફટી ઓફિસરશ્રીઓ અને કલાકાર મંડળી અસ્મિતા ગૃપ દ્વારા દાહોદ જિલ્લાની” શ્રીમતી એ.પી.ધાનકા આશ્રમ શાળા “, નગરાળા, અને ” ગુરુકુલ વિધાલય “, છાપરી ખાતે “Eat Right India” ના અભિયાન અંતર્ગત Nukkad Natak “Eat right, Live healthy” (શેરી નાટક) નું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ શેરી નાટકનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ તથા નાગરિકોને સ્વચ્છતાનું મહત્વ, સ્વચ્છ અને ચોખ્ખું ખાવાની આદતો અને અસુરક્ષિત ખોરાક ખાવાના જોખમો વિશે શિક્ષિત કરવાનો હતો.
આ એક આકર્ષક અને ઇન્ટ્રેક્ટિવ નુક્કડ નાટક (શેરી નાટક) દ્વારા, સર્જનાત્મક અને અસરકારક રીતે મહત્વપૂર્ણ ખાધ સલામતીની માહિતીઓ શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ ગણને તથા નાગરિકોને પહોંચવામાં મદદરૂપ થઇ શકે તે સારૂં આ આકર્ષક અને ઇન્ટરેક્ટિવ Nukkad Natak “Eat right, Live healthy” (શેરી નાટક) દ્વારા ખાદ્ય સલામતી મહત્વના પગલાં જેવા કે,
(૧) જમતા પહેલા હાથ ધોવાનું મહત્વ.
(૨) ભેળસેળયુક્ત અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ઓળખવો,
(૩) ખોરાકજન્ય રોગોને રોકવામાં સ્વચ્છતાની ભૂમિકા,
(૪) સ્ટ્રીટ ફૂડ અને પેકેજડ ફૂડ વિશે જાણકાર પસંદગીઓ કરવી,
વગેરે બાબતની જાણકારી અને માહિતી તથા તે અંગેનું જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ નિમિત્તે વિદ્યાર્થીઓ, શાળા સ્ટાફ ગણ સહિત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

