માતરમાં સંતરામ મંદિર નડિયાદના સહયોગથી આંખોનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

સંત બળદેવદાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ પરિવાર અમદાવાદ અને માતરના ઉપક્રમે અને સંતરામ મંદિર,નડિયાદના સહયોગથી માનવ પરિવાર માતરમાં વિનામૂલ્યે નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો હતો..સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ,ચૈતન્યદાસજી મહારાજ ,અને સંત ધર્મદાસજી મહારાજની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી નેત્ર નિદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું હતું.
જેમાં આંખોના તમામ રોગોને લગતી તપાસ જેવા કે ઝામર, ત્રાંસી આંખ,પરદાની તપાસ, મોતીયાના વિનામૂલ્યે ઓપરેશન, નંબરવાળા માટે તપાસ અને વિનામુલ્યે ચશ્માં વિતરણ વગેરે સેવા આ કેમ્પમાં ઉપલબ્ધ કરાવાઈ હતી . જેમાં સંતરામ નેત્ર ચિકિત્સાલયના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના સભ્યોએ સેવા આપી હતી. આ કેમ્પમાં ૩૫૦જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

