ઝાલોદમાં વરરાજાની બેકાબૂ કારે ૧૫ને કચડયા : પૂરપાટ દોડતી મહિન્દ્રા ઠેંફ અકસ્માત સર્જી ઘરમાં ઘૂસી, અડફેટે ચડેલા જાનૈયાઓના પગ ભાગ્યા, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા




દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રામપુરા ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચાકલીયા મહુડીથી રામપુરા આવી રહેલી જાનમાં વરરાજાની મહિન્દ્રા એક્સયુવી કાર બેકાબૂ બની હતી. અને નિશાળ ફળિયામાં જાનૈયાઓ પર ફરી વળી હતી.
ચાકલીયા મહુડી ગામથી રામપુરા આવી રહેલી જાનમાં વરરાજાની મહિન્દ્રા ઠેંફ ગાડી (નંબર ય્ત્ન.૦૬.ૐજી. ૪૫૪૦) બેકાબૂ બની હતી અને જાનમાં હાજર લોકો પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં ૨૦થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જેમાં કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ૨૫મી માર્ચે સાંજના આશરે છ વાગ્યાના સુમારે બની હતી. વરરાજાની ગાડી ખેતરમાંથી પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી લાવવામાં આવી હતી, જેનાથી ગાડી નિશાળ ફળિયામાં ઢાળીયામાં બેઠેલા જાનૈયાઓ પર ચડી ગઈ હતી. ગાડીના ટકરાવાથી કેટલાક લોકોને માથા, પગ, હાથ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ગાડી એટલી બેકાબૂ હતી કે તે નજીકના ઘરમાં ઘૂસી ગઈ, જેના કારણે મકાનને પણ નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં લાલસીંગ ભુરીયા, થાવરીબેન, જુમલીબેન, સુરમલ ડામોર, મોનિકાબેન ભુરીયા, કાંતાબેન કલારા, પ્રિતિબેન ડામોર, મંજુલાબેન ભુરીયા સહિત ૨૦થી વધુ લોકોનો સમાવેશ થાય છે. ઘાયલ લોકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે ઝાલોદ સરકારી દવાખાને અને એચીવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ કેટલાક લોકોને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ગાડીનો ડ્રાઈવર ગાડી સ્થળ પર મૂકી નાસી ગયો હતો. ચાકલીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે ગાડીના નંબરના આધારે ડ્રાઈવર અને ગાડીના માલિકની શોધખોળ શરૂ કરી છે. આ દુર્ઘટનામાં ડ્રાઈવર દ્વારા બેદરકારી અને ગફલતભર્યું વાહન ચલાવવું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાંજ ચાકલીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી છે. કાર બેકાબૂ થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં ડ્રાઈવિંગ દરમિયાન થયેલી ભૂલ અથવા ટેક્નિકલ ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ લગ્ન પ્રસંગના આનંદને ભયમાં ફેરવી દીધો છે. ઘાયલ થયેલા તમામ લોકોના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.
