દાહોદ જિલ્લામાં લગ્નની લાલચે બે સગીરાઓના અપહરણ કરી જતાં યુવકો
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાનામાં બે અલગ અલગ સ્થળોએ લગ્નની લાલચે બે સગીરાઓને બે યુવકો દ્વારા અપરહણ કરી લઈ નાસી જતાં જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ ફતેપુરાના સરસવાપુર્વ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૧મી માર્ચના રોજ ફતેપુરાના નિંદકાપુર્વ ગામે ચાંદલી ફળિયામાં રહેતો મહેશભાઈ બાબુભાઈ પારગીએ ફતેપુરા તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલ વાંસફોડીયા સોસાયટી ખાતે રહેતી ગોરીબેન સલમાન પઠાણે દેવગઢ બારીઆ ખાતે રહેતો રાજુભાઈ મુકેશભાઈ વણકર સાથે દાહોદ શહેરમાં રહેતી એક લઘુમતિ કોમની ૧૭ વર્ષિય સગીરાનો સંપર્ક કરાવી સગીરાને રાજુભાઈ નોડે નહીં જાય તો રાજુ વણકર મરી જશે, તેમ ગોરીબેને સગીરાને દબાણ કરી સગીરાને રાજુભાઈ વણકર પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જઈ અંબાજી ખાતે લઈ ગયો હતો.
આ સંબંધે સગીરાની માતા દ્વારા દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

