દાહોદ શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરી

દાહોદ તા.૩૧

દાહોદ શહેર સહિત જિલ્લામાં પવિત્ર રમજાન માસ પુર્ણ થતાં પવિત્ર ઈદનો દિવસ હોઈ મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે મસ્જીદોમાં સૌ પ્રથમ ઈદની નમાઝ અદા કરી હતી અને બાદમાં એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી એકબીજાનું મો મીઠું કરાવ્યું હતું. તો બીજી તરફ દેશમાં વકફ સુધારા બિલનો વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત કરતા મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકાર વકફ એમેન્ડમેન્ટ બિલ લઈને સંસદમાં આવવાની છે તેને લઈને દેશભરના મુસ્લિમો દ્વારા વિરોધ નોંધાવી વકફ બોર્ડમાં સુધારા ના કરવા મુસ્લિમ સમાજ વતી માંગ કરવામાં આવી રહી છે ત્યારે બીજીબાજુ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પહેલાં સમિતિની રચના કરાતા અને મીટીંગોનો દોર શરૂ કરાતા મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજે તેનો વિરોધ નોંધાવ્યો હતો.

જ્યારે મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ પૂર્ણ થતા આજે પવિત્ર ઈદનો દિવસ છે અને ઈદ ની નમાજના મોકા ઉપર મુસ્લિમ સમાજના અલગ અલગ મુસ્લિમ સંગઠનો દ્વારા હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવાના આદેશ કરાયા હોવાના મેસેજ વાયરલ થતા મુસ્લિમ સમાજે મસ્જિદોમાં અને ઇદગા મેદાન ખાતે અદા કરેલ ઈદની નમાજ ટાણે મુસ્લિમોએ વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ દર્શાવતી કાળી પટ્ટી હાથ પર ધારણ કરી સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે આજે દાહોદમાં મુસ્લિમ સમાજે મોટી સંખ્યામાં રોડ પર ઊતરી યુસીસી અને વકફ સુધારા બિલનો વિરોધ કર્યો હતો. આજે રમજાન ઈદના પાવન પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારક બાદ પાઠવી ખીર સેવૈયા ખાઈ મોઢું મીઠું કર્યું હતું. બહારગામ રહેતા પોતાના સ્વજનોને મોબાઇલ ફોન દ્વારા મેસેજ કરી એજની મુબારક બાદ પાઠવી હતી દાહોદમાં હિંદુ ભાઈઓએ પણ મુસ્લિમ બિરાદરોને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી હિંદુ મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાંજ પડતાંની સાથે દાહોદ શહેરના બાગ, બગીચાઓમાં રોનક પણ જાેવા મળી હતી તો નાસ્તા, ચાહ, ઠંડાપીણાની લારીઓ પણ ભારે ભીડ પણ જાેવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!