ઝાલોદના ડગેરીયા ગામે ૭૦ વર્ષિય આધેડને ઝેરી સાંપ કરડતાં મોત નીપજ્યું
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડગેરીયા ગામે એક ૭૦ વર્ષિય વૃધ્ધને ઝેરી સાંપ કરડતાં વૃધ્ધને સારવાર મળે તે પહેલાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ઝાલોદના ડગેરીયા ગામે વહોનીયા ફળિયામાં રહેતાં ૭૦ વર્ષિય વેલકાભાઈ ખેતાભાઈ વહોનીયા ગત તા.૫મી એપ્રિલના રોજ સવારના અગીયારેક વાગ્યાના આસપાસ પોતાના ઘર તરફ હતાં તે સમયે જમીન પરથી એક જેરી સાંપ પસાર થયો હતો અને વેલકાભાઈને પગના ભાગે ઝેરી સાંપે ડંખ મારતાં ઝેરી સાંપનું ઝેર વેલકાભાઈના આખા શરીરે ફેલાઈ જવા પામ્યું હતું. જાેતજાેતામાં વેલકાભાઈ બેભાન થઈ પડતાં પરિવારજનોએ તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જતાં જ્યાં તબીબોએ વેલકાભાઈને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ગમનીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે ચીમનભાઈ ખેતાભાઈ વહોનીયાએ લીમડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

