સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે ધોરણ 12 સાયન્સ પછીના એડમિશન અંગે અવેરનેસ કાર્યક્રમ યાજાયો
દાહોદ તા.૮
સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે ધોરણ 12 સાયન્સ પછીના એન્જિનિરીંગ અને ફાર્મસી પ્રવેશ માટે એ. સી. પી. સી. અમદાવાદ ખાતેથી ઉપસ્થિત તજજ્ઞ પ્રો. હાર્દિક શુક્લા સાહેબના માર્ગદર્શન હેઠળ એડમિશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં દાહોદ શહેરના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉપયોગી માહિતી મેળવી હતી. સરકારી ઇજનેરી કોલેજના પ્રાધ્યાપક ડો. ઇશાક શેખ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું