આર્યુવેદ શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું




દાહોદ તા.૮
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પોસ્ટર ડિબેટ ક્વિઝ રંગોળી એલોક્યુશન જેવી વિવિધ સ્પર્ધાઓનું નર્સિંગ સ્કૂલ દાહોદ ખાતે કરાયું આયોજન
નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા આર્યુવેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ તારીખ 7 એપ્રિલ 2025 થી તારીખ 10 એપ્રિલ 2025 સુધી વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી દિવસની નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
૦૭ /૦૪/૨૦૨૫ના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નર્સિંગ સ્કૂલ દાહોદના સહયોગથી આયોજિત કરાયો હતો. જેમા Healthy Beginning Hopeful Futuresની થીમ પર સ્થૂળતા ,કુપોષણ ,સગર્ભાવસ્થા દરમિયાન મહિલાની સંભાળ, નવજાત શિશુની સંભાળ, લાઇફ સ્ટાઇલ ડીસીઝ, મેન્ટલ હેલ્થ ,સોશિયલ મીડિયાની હેલ્થ પર અસર તથા જેવા વિષયોને ધ્યાને રાખીને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા થીમ આધારિત રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ભાગ લેનાર તમામને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અને વિજેતાને એવોર્ડ સાથે પ્રશસ્તિપત્ર આપવામા આવ્યું હતું
સ્પર્ધાના નિર્ણાયક તરીકે DAO ડોક્ટર સુધીર જોશી ,MO જનરલ હોસ્પિટલ આર્યુવેદિક ડોક્ટર માલતીબેન બિલવાલ તથા MO નિમનલિયા હોમિયોપેથી ડોક્ટર મોનાબેન રાઠવાએ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમ નર્સિંગ સ્કૂલના આચાર્ય નિકિતાબેનના સહયોગથી આયોજીત કરાયો હતો