ટીબી મુક્ત ગ્રામ પંચાયત અને જોખમી સગર્ભાઓ અને કુપોષણ બાળકો અંગે આરોગ્ય સંવાદ યોજાયો
દાહોદ તા.૧૧
જીલ્લા પંચાયત સભાખંડ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જે આપણા જીલ્લામાં માત્ર 6 ટીબી મુક્ત ગ્રામ પંચાયત છે, તો એના તમામ ઇન્ડિકેટરમાં કામગીરી થાય અને ટીબી મુક્ત ગ્રામ પંચાયત વધુને વધુ થાય તે માટે સધન કામગીરી કરવાની છે. માન. પ્રધાનમંત્રી શ્રી ના ટીબી મુક્ત ભારત 2025 અભિયાનને સાર્થક કરી શકીએ તે અંગે જીલ્લા ક્ષય અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
આ સંવાદમાં સ્વછતા અને તમામ આરોગ્ય સંસ્થાઓ ભારત સરકારના નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડના ધારા ધોરણ મુજબ તમામ આરોગ્ય સંસ્થાઓ પ્રમાણિત થાય તે બાબતે જીલ્લા કવોલિટી મેડિકલ ઓફિસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વધુમાં જોખમી સગર્ભા બહેનોને સંસ્થાકીય પ્રસુતિ સુનિશ્ચિત કરવા, પ્રસુતિ દરમ્યાન માતા અને બાળકોમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદ્દભવી શકે છે, આથી તમામ સગર્ભા સ્ત્રીઓને સંસ્થાકીય પ્રસુતિ કરાવવી તેમજ આરોગ્ય કેન્દ્રમાં ઉત્તમ પ્રકારની સેવાઓ પૂરી પાડવા માટે કર્મચારીઓને સાધન સામગ્રી તેમજ દવાઓ મફત ઉપલબ્ધ કરાવવાની હોય છે તેમજ જરૂર જણાય તો સંદર્ભ સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા ચાલતી યોજનાઓ વિશે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ સમજાવ્યું હતું.
વધુમાં કુપોષણ ધરાવતા અને ઓછા વજન વાળા બાળકોને તાલુકા કક્ષાએ આવેલ CMTC કેન્દ્ર ખાતે દાખલ કરાવવા જણાવાયું હતું. આ સંવાદ માં જીલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા.