ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા ઉદ્ધવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બચુભાઈ ખાબડ : દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના ૨૨૭૮ હેક્ટર વિસ્તારના ૬૦૦૦ થી વધુ ખેડૂતોના ખેતરોને મળશે સિંચાઈ માટે પાણી : મંત્રી બચુભાઈ ખાબડ



દાહોદ તા.૧૨
આંગણવાડીથી લઈને MBBS અને IIT સુધી બાળકો ભણી શકે તે માટેની વ્યવસ્થા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.- મંત્રીશ્રી બચુભાઈ ખાબડ
દાહોદ જિલ્લામાં કડાણા ઉદ્ધહન યોજના આધારિત જળાશયો, તળાવો તેમજ ચેકડેમો ભરવાની યોજના દાહોદ જિલ્લામાં કાર્યરત છે. જે થકી આજ રોજ પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે દેવગઢ બારીયા તથા ધાનપુર તાલુકામાં નદી, તળાવ, ચેકડેમમાંથી સિંચાઈ માટે પાણી ખેડૂતોના ખેતર સુધી લઈ જવા માટે ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામા ૨૦ ઉદ્ધહન સિંચાઇ યોજના ૩૫ કરોડ, ૭૭ લાખ, ૪૯ હજાર, ૬૩૯ રૂપિયાના ખર્ચે ૨૨૭૮ હેક્ટર વિસ્તારના ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટે ૧૬થી વધુ ગામોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ યોજનામાં ૬૦૦૦ થી વધુ ખેડૂતોને આ સિંચાઈ યોજનાઓ લાભ મળશે. આ સિંચાઇ યોજના અંતર્ગત પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે આજે ધાનપુર તાલુકાના કણઝર, આગાશવાણી, ભોરવા, સજોઈ, નળું, સિંગાવાલી તથા પિપેરો ગામમાં ઉદ્ધવહન સિંચાઈ યોજનાના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રીએ ખેડૂતોને સંબોધન કરતા કહ્યું હતું કે, દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાં ખેડૂતો સૈદ્ધાંતિક રીતે ખેતી કરે, ઓછા ખર્ચે વધુ પાક મળે તે માટે ખેડૂતો માટે ખેતીલક્ષી તાલીમોનું આયોજન કરવામાં આવશે. કૃષિ વિભાગના ખેતીના જાણકાર અધિકારીઓ ગ્રામ સેવકો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કર્મચારીઓ દ્વારા ગામે ગામ મિટિંગ કરીને ખેડૂતોને તાલીમ આપવામાં આવશે. અધતન ખેતી કરવા શાકભાજીના બિયારણ આપવામાં આવશે. સાથે ખેતીને લગતા સાધનો પણ આપવામાં આવશે. જેનો મૂળ હેતુ દાહોદના ખેડૂત ભાઈ – બહેનો આર્થિક રીતે સદ્ધર થાય એ છે. જેમાં બાગાયતી ખેતી પ્રાકૃતિક ખેતી રોકડિયા પાકની ખેતી ફળફળાદીના વૃક્ષોની ખેતી માટે દરેક ખેડૂત ભાઈ અને બહેનને તાલીમ આપવામાં આવશે. આમ, નાના ખેડૂત ભાઈઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.
વધુમાં, મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતાં કહ્યું હતું કે, અત્યારે સમય છે કે, પ્રાકૃતિક ખેતીને અપનાવીને દેશી ગાય આધારિત ખેતી ધાન પકવીએ. જેથી આવનાર ભવિષ્યને સુધારી અને સ્વસ્થ બનાવી શકીએ. જીવામૃત, ઘન જીવામૃત બનાવી ખેતરમાં તેનો છંટકાવ કરવાથી પાક,જમીન કે મનુષ્યને કોઇપણ પ્રકારનું નુકશાન થતું નથી. જેથી મારી આપ સૌને એવી અપીલ છે કે, આપ સૌ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી સાથે બાગાયતી ખેતી કરો. તેમાં પણ સરકાર વગર વ્યાજે સબસીડી આપે છે. જેનો લાભ લઈ રાસાયણિક ખેતી છોડીને કુદરતી ખેતીને અપનાવીએ.
મંત્રીશ્રી એ કહ્યું હતું કે, કણજર ગામમાં નદી પર બે ચેકડેમો બાંધીને તેમાં અન્ય ડેમોમાંથી અને કડાણા ઉદ્ધવહન સિંચાઈ યોજના દ્વારા પાણી નાખીને તે પાણી ગામના દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે અને બારેમાસ ખેડૂતોના ખેતરમાં પાણી મળે તે માટેની આ યોજનાની કામગીરીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, આંગણવાડી લઈને એમબીબીએસ અને આઇઆઇટી સુધીના બાળકો ભણી શકે તે માટેની વ્યવસ્થા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી અભેસિંગ મોહનિયા, ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અભેસંગ મોહનિયા, ધાનપુર મંડળ પ્રમુખશ્રી રાકેશભાઈ ખાબડ, ભોરવા જિલ્લા પંચાયતના સભ્યશ્રી નરવતભાઈ નિનામા, ખલતા જિલ્લા પંચાયત સભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, પૂર્વ પાર્ટીના પ્રમુખશ્રી પ્રતાપસિંહ લવારીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી રતનભાઇ ચૌહાણ, પૂર્વ મહામંત્રીશ્રી સરદારસિંહ બારીયા, કિસાન મોરચાના સભ્ય ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ, યુવા મોરચાના નેતા, કાર્યપાલક ઇજનેરશ્રી પી.એસ. બારીયા, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી શ્રીવાસ્તવ સહિત ગામના સરપંચશ્રીઓ, વડીલો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
http://www.vocal.com.ua/node/65966
https://hrv-club.ru/forums/index.php?autocom=gallery&req=si&img=6896