દાહોદ શહેરમાં એકજ રાત્રીમાં એકસાથે ત્રણ મોટરસાઈકલોની ચોરીથી ખળભળાટ

advertisement

દાહોદ તા.૧૩

દાહોદ શહેરની મદનીનગર વિસ્તારમાં મોટાઘાંચીવાડ વિસ્તારમાં એકજ રાત્રીમાં એક સાથે ત્રણ મોટરસાઈકલોની ચોરીની ઘટનાને પગલે વિસ્તારના વાહન ચાલકોમાં વાહન ચોર ટોળકીના આતંકને પગલે ફફડાડ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદ શહેરમાં હવે વાહન ચોર ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ શહેરના મદનીનગર રહેમતનગર રોડ ખાતે ટેકરા મોટાઘાંચીવાડ વિસ્તારમાં એકજ રાત્રીમાં એક સાથે ત્રણ મોટરસાઈકલોની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં ગત તા.૦૯મી એપ્રિલના રોજ આ વિસ્તારમાં રહેતાં મુસ્તાકઅપહેમદ અબ્દુલહમીદ પઠાણ, જુબેદાબેન મોહમ્મદભાઈ બજારીયા અને સફીભાઈ મદમદભાઈ લખારાની પોત પોતાના વિસ્તારમાં લોક મારે મોટરસાઈકલોની કોઈ અજાણ્યા ચોર ઈસમોની ટોળકીએ આ ત્રમેય મોટરસાઈકલોનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મુસ્તાકઅહેમદ અબ્દુલહમીદ પઠાણે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે વાહન ચોર ટોળકીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ આરંભ કરી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!