ઝાલોદના આંબા ગામે એટલાસ કંપનીના એચ.આર.ને ત્રણ ઈસમોએ નાણાં બાબતે ધક્કા મુક્કી કરતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામે એટલાસ કંપનીના એચ.આર.ને ત્રણ જેટલા ઈસમોએ નાણાંની માંગણી કરી કંપનીના કર્મચારી સાથે ધકામુક્કી કરી નીચે પાડી દઈ શરીરે ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
ઝાલોદના આંબા ગામે રહેતાં મુકેશ જૈન, તાનસીંગ સરપંચ અને સંજય પાઠકનાઓએ ગત તા.૧૪મી એપ્રિલના રોજ ઝાલોદના આંબા ગામે એટલાસ કંપનીના કેમ્પમાં એચ.આર. તરીકે ફરજ બજાવતાં સુનિલકુમાર સતબીર જાટ (રહે. મુળ હરિયાણા) નાની પાસે આવી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, કેમ તું રૂપીયા ત્રીસ હજાર આપતો નથી, તેમ કહેતાં સુનિલકુમારે કહેલ કે, હું ઉપલી કચેરીએથી ફોન ઉપર મંજુરી મેળવી મંજુરી મળેથી હું તમને આપું છું, તેમ કહેતાં ઉપરોક્ત ત્રણેય ઈસમો એકદમ ઉશ્કેરાયાં હતાં અને સુનિલકુમાર સાથે ધકામુક્કી કરી સુનિલકુમારને નીચે પાડી દેતાં સુનિલકુમારને શરીરે ઈજાઓ પહોંચાડી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત સુનિલકુમાર સતબીર જાટ દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.